Dhanteras Gold Silver Price History:લોકોએ ખૂબ ખરીદ્યું સોનું; છેલ્લા 14 વર્ષમાં ધનતેરસ પર સોનાએ કેટલું આપ્યું વળતર તેનો ઈતિહાસ જાણો

ધનતેરસ જેવા તહેવાર નિમિત્તે સોના અને ચાંદીની ખરીદીને લઈ ભારતીય ગ્રાહકોનું સતત વલણ બદલાઈ રહ્યું છે. હવે લોકો તેને ફક્ત એક સાંસ્કૃતિક પરંપરા નથી માનતા પણ એક મજબૂત સંપત્તિ સર્જનની વ્યૂહરચના જોવા મળે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 06 Nov 2026 10:40 AM (IST)Updated: Fri, 06 Nov 2026 10:40 AM (IST)
dhanteras-2026-14-year-trend-reveals-how-gold-and-silver-investments-can-deliver-profits-in-india

Dhanteras Gold Silver Price History In India:ધનતેરસ જેવા તહેવાર નિમિત્તે સોના અને ચાંદીની ખરીદીને લઈ ભારતીય ગ્રાહકોનું સતત વલણ બદલાઈ રહ્યું છે. હવે લોકો તેને ફક્ત એક સાંસ્કૃતિક પરંપરા નથી માનતા પણ એક મજબૂત સંપત્તિ સર્જનની વ્યૂહરચના જોવા મળે છે.

બજારના નિષ્ણાતોના મતે વર્ષ 2012થી 2026 વચ્ચે એટલે કે છેલ્લા 14 વર્ષમાં સોના અને ચાંદીમાં રોકાણ કરનાર રોકાણકારોને નજીવી વધઘટથી લઈ અભૂતપૂર્વ તેજીની યાત્રા કરી છે.

વૈશ્વિક બજારમાં અમેરિકાના મધ્યાવર્તિ ચૂંટણીઓમાં ડેમોક્રેટ્સની જીત અને ઈરાન સાથે યુદ્ધનો અંત આવે તેવી અપેક્ષા વચ્ચે ક્રુડ ઓઈલમાં ઘટાડો તથા અમેરિકી ડોલરના નબળા સંકેતથી બુલિયન માર્કેટમાં મજબૂતી જોવા મળી છે.

  • 11 નવેમ્બર 2012 ધનતેરસના રોજ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂપિયા 31,643 પર બંધ થયા હતા, જે તે વર્ષે 18.40 ટકા વળતર આપ્યું હતું.
  • વર્ષ 2013-2015 દરમિયાન સોનામાં રોકાણકારોની ધૈર્યની પરીક્ષા લીધી હતી. 9 નવેમ્બર 2015ના રોજ સોનું 6.78 ટકા ગગડ્યું હતું અને તે રૂપિયા 25,686 પર આવી ગયું હતું.
  • વર્ષ 2020માં કોરોના સમયમાં સોનાની કિંમત 32.22 ટકા ઉછળ્યું હતું અને કિંમત રૂપિયા 50,600 પહોંચી ગયું હતું.
  • વર્ષ 2026 ઐતિહાસિક બ્રેક આઉટ થયેલ. 17 ઓક્ટોબર 2025ના રોજ સોનું સૌથી ઊંચી છલાંગ લગાવી હતી. સોનાએ 60.30 ટકા ઉછાળો નોંધાવ્યો અને રૂપિયા 1,27,008 પર પહોંચી ગયું હતું.
  • વર્ષ 2026માં 5મી નવેમ્બરના રોજ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂપિયા 1,48,000 પર બંધ રહ્યું હતું, જે વર્ષ 15 ટકાથી વધારે તેજી જોવા મળી છે.