Crude Oil Price Hike:વિશ્વ બજારોમાં ક્રુડ ઓઈલ (Crude Oil)ની કિંમતોમાં ભારે તેજી જોવા મળી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે જે શાંતિ સમજૂતી (US Iran Deal Talks)ને લઈ નવેસરથી ચિંતા સર્જાતા અને બે જહાજો પર હુમલા બાદ વેસ્ટ એશિયા(West Asia)થી ક્રુડ ઓઈલનો સપ્લાઈ અવરોધાય તેવી ચિંતા વચ્ચે બ્રેન્ટ ક્રુડ (Brent Crude) અને અમેરિકી WTI ક્રુડની કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો છે.
ક્રુડની કિંમતો કેટલી વધી
આ પણ વાંચો
બુધવારે ક્રુડ ઓઈલની કિંમતોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. બ્રેન્ટ ક્રુડ ઓઈલ ફ્યુચર્સ(Brent Crude Oil Price) 1 ડોલર એટલે કે 0.81 ટકા વધી 89.63 ડોલર પ્રતિ બેરલ વધી ગયું છે. અમેરિકી વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ એટલે કે WTI Crude પણ 1.5 ડોલર વધી 83.91 ડોલર પહોંચી ગયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે બન્ને ક્રુડ ઓઈલની કિંમતોમાં આશરે 5 ટકાનો ઉછાળો આવ્યો હતો.
હોર્મુઝમાં જહાજોની સંખ્યા ઘટી
શિપિંગ ડેટા પ્રમાણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી ફક્ત 6 જહાજ જ પસાર થયા હતા. 10 દિવસની સરેરાશ આશરે 11 જહાજની જ રહી છે. યુદ્ધ અગાઉ આ જળમાર્ગથી દરરોજ સરેરાશ 125થી 140 જહાજ પસાર થતા હતા.
સપ્લાઈના મોરચે રોયટર્સ પોલમાં ગત સપ્તાહ દરમિયાન US ક્રુડ અને ઈંધણનો ભંડારમાં ઘટાડો થવાનો અંદાજ હતો. પણ ગેસોલિન અને ડિસ્ટિલેટ સ્ટોકમાં ઘટાડો થયો છે અને ક્રુડ સ્ટોક આશરે 9.1 મિલિયન બેરલ વધ્યો છે. જ્યારે ગેસોલિન સ્ટોક 1.5 મિલિયન બેરલ તથા ડિસ્ટીલેટ સ્ટોક 5,96,000 બેરલ વધ્યો છે. આ દરમિયાન લાંબા સમય ગાળામાં સપ્લાઈને લઈ EIAના અંદાજ પ્રમાણે મધ્ય પૂર્વમાંથી ક્રુડ ઓઈલનો સપ્લાઈ આશરે 6,00,000 બેરલ પ્રતિ દિવસ અવરોધ વર્ષ 2027ના અંત સુધી યથાવત રહી શકે છે.
