Silver Coin On Dhanteras:ધનતેરસ અને દિવાળી પર સોના-ચાંદી ખરીદવા માટે શુભ સમય માનવામાં આવે છે. તેને લીધે તહેવારો દરમિયાન ચાંદીના સિક્કાની ખરીદી વધવા લાગે છે. આ સિક્કા પૂજા વિધિ માટે ખરીદવા શુભ માનવામાં આવે છે. રોકાણ તરીકે પણ તે વિશેષ રીતે સાચવી રાખવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે બજારમાં જે ચાંદીના સિક્કા મળે છે તે શુદ્ધ છે કે નહીં તે કેવી રીતે તપાસી શકાય છે. ઘણી વખત ચાંદમાં તાંબા, નિકલ, એલ્યુમિનિયમ અને ઝીંક જેવા અન્ય ધાતુઓનું પણ મિશ્રણ કરવામાં આવે છે. આ સંજોોગમાં ધનતેરસ ચાંદીના સિક્કા ખરીદતા પહેલા તેની યોગ્ય ખરાઈ કરવી જરૂરી છે. આ માટે તમે ઘરે જ સિક્કાની શરૂઆતી તપાસ કરી શકો છો. આ માટે કેટલીક સરળ રીત છે.
બરફમાં ચાંદીની તપાસ કરો
અસલી ચાંદીની ઓળખ કરવા માટે સૌથી સરળ રીતમાં બરફનો ઉપયોગ કરાય છે. ચાંદી ગરમીને પોતાની અંદર જલ્દીથી પસાર થવા દે છે. માટે ચાંદના સિક્કા પર એક બરફનો ટુકડો રાખો. જો સિક્કામાં ચાંદીનું પ્રમાણ છે તો તે બરફને સામાન્ય કરતાં વધુ ઝડપથી પીગાળશે. કારણ કે ચાંદીની આજુબાજુ રહેલી ગરમી બરફને ઝડપથી પીગાળે છે.
લોહચુંબકથી તપાસો
ચાંદીને ચુંબક એટલે કે લોહચુંબકથી તપાસી શકાય છે. આ માટે એક મજબૂત લોહચુંબકને સિક્કાની આજુબાજુ લઈ જાઓ. અસલી ચાંદી ચુંબક સાથે ચિપકશે નહીં. જો સિક્કા ચુંબકની તરફ ઝડપથી ખેંચે છે તો તેમાં લોખંડ અથવા અન્ય ચુંબકીય ધાતુનું મિશ્રણ હોઈ શકે છે. જો તેમ ન થાય તો સિક્કા શુદ્દ ચાંદીના બનેલા હશે.
સિક્કાને અવાજથી જાણો
ચાંદીના સિક્કા અવાજથી પણ જાણી શકાય છે. સિક્કા એક આંગળી પર રાખી ધીમે ધીમે તપાસો. અસલી ચાંદીના સિક્કા સામાન્ય રીતે સાફ અને થોડા સમય સુધી રણકવાનો અવાજ કરે છે. જ્યારે અન્ય ધાતુના સિક્કાનો અવાજ ભારે અથવા બોદો સ્વર આવી શકે છે.
ખરીદતા પહેલા હોલમાર્ક તપાસો
ચાંદી ખરીદતી વખતે હોલમાર્ક જોવાનું ભૂલશો નહીં. સિક્કા પર 925 લખેલું છે તો તેનો અર્થ એવો થાય છે કે તેમાં 92.5 ટકા ચાંદી છે. જ્યારે 999 લખેલ હોય તો તેનો અર્થ 99.9 શુદ્ધ ચાંદી છે. ખરીદતી વખતે હોલમાર્ક સાથે નંબર પણ જુઓ.
