8th Pay Commission:8માં પગાર પંચની રચનાને લઈ સત્તાવાર રીતે એક વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે. આજથી એક વર્ષ અગાઉ એટલે કે 3 નવેમ્બર 2025ના રોજ 8માં પગાર પંચને લગતા ટર્મ્સ ઓફ રેફરન્સ(ToR) ઈશ્યુ કરવામાં આવ્યો હતો. આ 12 મહિના દરમિયાન પંચે કર્મચારીઓ અને પેન્શનર્સ ગઠનોને દેશભરમાં ફરી-ફરી બેઠકો યોજીને માંગોને સમજી રહ્યા છે.
8માં પગાર પંચના અહેવાલ સોંપવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. જેમાંથી 12 મહિના પૂરા થઈ ગયા છે. હવે ફક્ત 6 મહિનાનો સમય બાકી છે. પ્રશ્ન છે કે છેવટે 1 વર્ષમાં આઠમાં પગાર પંચે કયા-કયા કામ કર્યાં છે. કેટલા શહેરોમાં બેઠકો યોજાઈ હતી.
આઠમાં પગાર પંચે એક વર્ષમાં શું-શું કર્યું છે?
ત્રણ સભ્યોના પંચ અને 18 મહિનાની ડેડલાઈન
3 નવેમ્બર 2025ના રોજ નોટિફિકેશન સાથે સરકારે સ્પષ્ટતા કરી હતી કે આઠમાં પગાર પંચ 3 સભ્ય હશે. પંચને પોતાના અહેવાલ તૈયાર કરવા માટે 18 મહિનાની ડેડલાઈન આપવામાં આવી છે, જે 3 મે 2027 પૂરાં થશે. પંચની અધ્યક્ષતા ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈ કરી રહી છે. જ્યારે પ્રફેસર પુલક ઘોષ (પાર્ટ-ટાઈમ સભ્ય) અને પંકજ જૈન (સભ્ય-સચિવ) તેના અન્ય સભ્ય છે. તેનું મુખ્ય કામ કેન્દ્રીય કર્મચારીના પગાર, પેન્શન, ભથ્થા અને અન્ય સર્વિસિસ સંબંધિત શરતોમાં ફેરફાર અંગે ભલામણ કરવામાં આવી છે.
18 પ્રશ્નો ધરાવતી પ્રશ્નાવલીની શરૂઆત
પંચે 5 ફેબ્રુઆરી 2026ના રોજ સરકારી વિભાગો, કર્મચારી, પેન્શનર્સ અને એસોસિએશન્સ માટે 18 વર્ષની એક પ્રશ્નાવલી ઈશ્યુ કરી છે. આ મારફતે સંગઠનોનો પગાર, પેન્શન અને કામની પરિસ્થિતિ અંગે પોતાના વિચાર રજૂ કરવાની તક મળી. આ પ્રશ્નાવલીને રજૂ કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2026 નક્કી કરી હતી.
