Car Buying Tips: દિવાળી પર નવી કાર ખરીદવાનો પ્લાન છે? આ સ્માર્ટ ટિપ્સ ફોલો કરશો તો હજારો રૂપિયા બચી જશે

જો તમે આ દિવાળી પર નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો કેટલીક સ્માર્ટ ટિપ્સ અપનાવીને તમે સરળતાથી હજારો રૂપિયાની બચત કરી શકો છો.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Tue 07 Oct 2025 05:14 PM (IST)Updated: Tue 07 Oct 2025 05:14 PM (IST)
car-buying-tips-for-diwali-2025-save-money-on-new-cars-616399

Car Buying Tips for Diwali 2025: ભારતમાં દિવાળી માત્ર રોશની અને ઉત્સવનો તહેવાર નથી, પરંતુ તેને નવું વાહન ખરીદવા માટેનો શુભ સમય પણ માનવામાં આવે છે. આ કારણોસર કાર કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે આ પ્રસંગે ઘણી શ્રેષ્ઠ ઑફર્સ અને ડિસ્કાઉન્ટ લઈને આવે છે. જો તમે આ દિવાળી પર નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો કેટલીક સ્માર્ટ ટિપ્સ અપનાવીને તમે સરળતાથી હજારો રૂપિયાની બચત કરી શકો છો.

ઓનલાઈન અને ઓફલાઈન કિંમતોની તુલના

આજના સમયમાં ઘણા ઑનલાઇન પોર્ટલ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ કાર ખરીદવા પર વધારાની ઑફર્સ આપે છે. ઘણી વખત આ પ્લેટફોર્મ્સની કિંમતો ડીલરશીપ કરતાં ઓછી હોય છે. તેથી કાર ખરીદતા પહેલા ઑનલાઇન અને ઑફલાઇન બંને જગ્યાએ કિંમતોની તુલના કરવી જરૂરી છે.

જૂના વાહનોનો સારો ભાવ મેળવો

જો તમારી પાસે પહેલેથી જ કોઈ કાર છે, તો દિવાળી દરમિયાન તેને નવી કાર સાથે એક્સચેન્જ કરવી ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સમયે કંપનીઓ વધુ એક્સચેન્જ બોનસ આપે છે, જેના કારણે તમને તમારા જૂના વાહનોનો સારો ભાવ મળી શકે છે અને તમને વધારાની બચત થઈ શકે છે.

લોન અને ફાઇનાન્સિંગ ઑફર્સ

કાર ખરીદનારા મોટાભાગના ગ્રાહકો લોનનો વિકલ્પ પસંદ કરે છે. દિવાળી દરમિયાન બેંકો અને NBFCs ખાસ ફાઇનાન્સિંગ ઑફર્સ રજૂ કરે છે, જેમાં ઓછો વ્યાજ દર, ઝીરો પ્રોસેસિંગ ફી અને નો-EMI પીરિયડ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. જો તમે વિવિધ બેંકોની ઑફર્સની તુલના કરશો તો લાંબા ગાળે વ્યાજ દરો પર હજારો રૂપિયાની બચત કરી શકો છો.

ડીલર સાથે નેગોશિયેશન કરવાનું ન ભૂલો

ભલે ઑફર્સ પહેલેથી નક્કી હોય પરંતુ ડીલર સાથે વાતચીત (નેગોશિયેશન) કરીને તમે વધુ ફાયદા મેળવી શકો છો. વાતચીત દ્વારા ફ્રી એક્સેસરીઝ, મફત વીમો (ફ્રી ઇન્શ્યોરન્સ), એક્સટેન્ડેડ વોરંટી અથવા સર્વિસિંગ લાભો જેવી વધારાની સુવિધાઓ મળી શકે છે.

વર્ષના અંતે સ્ટોક ક્લીયરન્સનો લાભ લો

દિવાળી પછી વર્ષ પૂરું થવા જઈ રહ્યું હોય છે અને ડીલર્સ જૂના મોડેલનો સ્ટોક ક્લિયર કરવા માંગતાં હોય છે. આવા સમયે તમને 2024 મોડેલની કાર પર ભારે ડિસ્કાઉન્ટ મળી શકે છે. મોડેલમાં કોઈ તફાવત નહીં હોય પરંતુ કિંમત ઘણી ઓછી થઈ જશે.

યોગ્ય સમયે બુકિંગ કરો

જો તમે દિવાળી પહેલા વહેલી બુકિંગ કરો છો તો કંપનીઓ ઘણીવાર શરૂઆતના ગ્રાહકોને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ અથવા ગિફ્ટ ઑફર કરે છે. આની સાથે જ સમયસર ડિલિવરી પણ કન્ફર્મ થઈ જાય છે.