Digital Gold Regulations:આજના સમયમાં રૂપિયા 10માં એક કપ સારી ચાર મળે કે ન મળે. પણ સોનું ચોક્કસ મળે છે. ડિજિટલ ગોલ્ડના સ્વરૂપમાં રૂપિયા 10,રૂપિયા 50 અથવા રૂપિયા 100 કિંમતના સોનાની ખરીદી કરવી આજના સમયમાં બિલકુલ સરળ છે.આગામી સમયમાં તેને લગતા નિયમ બદલી શકે છે. સરકાર ડિજિટલ ગોલ્ડના દરેક યુનિટ પાછળ ફિઝીકલ એટલે કે અસલી સોનું રાખવું ફરજિયાત બની શકે છે. આ ઉપરાંત આ માર્કેટ પર RBI અને SEBI બન્ને મારફતે દેખરેખ રાખવાની ચર્ચા છે.
ગ્રાહકો પર શું અસર થશે
જો સરકાર Digital Gold માટે ઔપચારિક નિયમનકારી માળખાને લાગુ કરે છે તો ગ્રાહકો માટે કેટલાક મહત્વના ફેરફાર થઈ શકે છે. ડિજિટલ ગોલ્ડ વેચનારી કંપનીઓ માટે નિયમ વધારે સ્પષ્ટ થઈ શકે છે. ડિજિટલ ગોલ્ડ માટે ફિઝીકલ સોનાને લગતી દેખરેખ અને ખરાઈની વ્યવસ્થા મજબૂત થઈ શકે છે. ગ્રાહકના પૈસા અને સોનાની સુરક્ષા સંબંધિત નિયમ બની શકે છે.
કંપનીઓ માટે સ્ટોરેજ, ઓડિટ અને રેકોર્ડ સંબંધિત નિયમ કડક થઈ શકે છે. આર્થિક છેતરપિંડીને અટકાવવા નિયમનકારી વ્યવસ્થા મજબૂત થઈ શકે છે. જોકે, નિયમનકારી લાગુ થયા બાદ ખર્ચ વધવાને લઈ તેની અસર ગ્રાહકોની ખરીદી-વેચાણ સંબંધિત ચાર્જીસ પર થઈ શકે છે.
હવે ડિજિટલ ગોલ્ડ કેવી રીતે અલગ છે
ડિજિટલ ગોલ્ડમાં ગ્રાહકો નાની રકમ અથવા રૂપિયા 10થી પણ સોનાની ખરીદી કરી શકે છે. આજકાલ ફોનપેથી લઈ જિયો ફાયનાન્સની એપ અથવા ઓનલાઈન પ્લેટફોર્મ પર ખરીદવામાં આવતા સોનાને ગ્રાહકોના નામથી ડિજિટલ સ્વરૂપમાં દર્શાવે ચએ અને તેની પાછળ ભૌતિક સોનું રાખવામાં આવતું હોવાનો દાવો કરાય છે.
ડિજિટલ યુનિટ પાછળ અસલી સોનું રાખવું જરૂરી છે
સૂચિત નિયમોની ચર્ચામાં સૌથી મહત્વની બાબત એ છે કે ડિજિટલ ગોલ્ડના દરેક યુનિટ પાછળ ફિઝીકલ સોનાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી શકાય છે. તેનો ઉદ્દેશ એ બાબત સુનિશ્ચિત કરવાનો રહેશે કે પ્લેટફોર્મ પર ગ્રાહકોના નામ પર જેટલું ડિજિટલ ગોલ્ડ દેખાડી શકાય છે, આ સરકાર અને સંબંધિત નિયમનોની પ્રક્રિયા સંપૂર્ણપણે થયા બાદ સ્પષ્ટ હશે.
