BSNL Recharge Plan: ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ પ્રી-પેઈડ કસ્ટરમર્સ માટે સિલ્વર જ્યુબિલી પ્લાન રજૂ કર્યું છે. જેમાં યુઝર્સને અઢળક ફાયદા મળી રહ્યા છે. સરકારી ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર (TSP)એ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ થકી આ પ્લાનની જાહેરાત કરી છે. જેમાં આ લિમિટેડ પ્રી-પેઈડ રિચાર્જ પ્લાનમાં કંઈ ઓફર મળી રહી છે, તેના વિશે જણાવવામાં આવ્યું છે.
આ સિલ્વર જ્યુબિલી પ્લાન કસ્ટમર્સને ડેઈલી 2.5GB ડેટા એક્સેસ, અનલમિટેડ કોલ્સ અને SMSના બેનિફિટ્સ ખૂબ જ વ્યાજબી દરે પુરા પડશે. આ ઑફર કંપનીના અગાઉથી એનાઉન્સ સિલ્વર જ્યુબિલી FTTH પ્લાનને જૉઈન કરી રહ્યો છે.
આ પણ વાંચો
BSNLના જણાવ્યા પ્રમાણે, આ પ્લાનની કિંમત 225 રૂપિયા છે, જેમાં 30 દિવસ સુધીની વેલિડિટી મળશે. આ દરમિયાન કસ્ટમર્સને દરરોજ અઢી જીબી ડેટા અનલિમિટેડ વૉઈસ કોલ્સ અને પ્રતિદિન 100 એસએમએસની સુવિધા આપવામાં આવશે. ફેયર યુસેઝ પૉલિસી (FUP) અંતર્ગત, ડેઈલી ક્વોટા ખતમ થવા પર સ્પીડ 40kbps સુધી ઘટી જશે.
આ ઑફરનો ફાયદો લેવા માટે વર્તમાન કસ્ટમર્સ BSNLના વેબ પોર્ટલ BSNL સેલ્ફ કેર એપ થકી રિચાર્જ કરી શકો છો. જ્યારે નવા કસ્ટમર્સ રિટેલર કે BSNL કોમન સર્વિસ સેન્ટર પર જઈને આ પ્લાન લઈ શકે છે. આ સેન્ટર એવા પોઈન્ટ્સ છે, જ્યાંથી ટેલિકોમ ઓપરેટર SIM કાર્ડ જારી કરશે, બિલ પેમેન્ટ અને મોબાઈલ રિચાર્જ જેવા પબ્લિક યુટિલિટી સર્વિસ આપશે.
