BSNL Recharge Plan: BSNLના 50 દિવસના પ્લાને માર્કેટમાં મચાવી ધૂમ, ઓછા ખર્ચમાં મળી રહ્યા છે અઢળક બેનિફિટ્સ

તાજેતરમાં જ BSNLએ 1 લાખ જેટલા નવા 4G ટાવર લગાવવાનું કામ પુરું કર્યું છે. BSNLનું 4G નેટવર્ક સંપૂર્ણે સ્વદેશી ટેક્નોલૉજી પર આધારિત છે, જેને ભવિષ્યમાં 5Gમાં અપગ્રેડ કરી શકાય છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 06 Dec 2025 05:40 PM (IST)Updated: Sat, 06 Dec 2025 05:40 PM (IST)
bsnl-50-days-recharge-plan-in-gujarati-with-unlimited-calling-data-and-more-check-benefits
HIGHLIGHTS
  • BSNLનો પૈસા વસૂલ પ્લાન લોકોને પડી રહ્યો છે પસંદ
  • યુઝર્સને દરરોજ 7 રૂપિયાથી પણ ઓછો ખર્ચ થશે

BSNL Recharge Plan: ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ પોતાના સસ્તા રિચાર્જ પ્લાનથી ખાનગી ટેલિકૉમ કંપનીઓની ઊંઘ ઉડાડી મૂકી છે. હકીકતમાં સરકારી ટેલિકૉમ કંપનીના પોર્ટફોલિયોમાં અનેક સસ્તા રિચાર્જ પ્લાન છે, જેમાં યુઝર્સને અઢળક બેનિફિટ્સ મળે છે. આ પ્લાનમાં ઓછી કિંમતમાં અનલિમિટેડ કૉલિંગ અને ડેટા સહિત અનેક એક્સેસ મળે છે.

BSNL દ્વારા ડિસેમ્બરના ટેરિફ પ્લાનનું લિસ્ટ જારી કરી દેવામાં આવ્યું છે. જેમાં કંપનીએ પોતાના તમામ રિચાર્જ પ્લાનની જાણકારી શેર કરી છે. કંપનીના 50 દિવસની વેલિડિટી ધરાવતા પ્લાન માટે યુઝર્સને દરરોજ 7 રૂપિયા કરતાં પણ ઓછો ખર્ચ કરવો પડશે.

Rajkot: રાજકોટમાં ઈન્ડિગો એરલાઈન્સનની ગાડી આખરે પાટે ચડી, 8 પૈકી 7 ફ્લાઈટ સમયસર ઉડી

BSNLનો આ સસ્તો રિચાર્જ પ્લાન માત્ર 347 રૂપિયાની કિંમતમાં આવે છે. આ પ્રીપેડ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ વૉઈસ કોલિંગ અને ફ્રી નેશનલ રોમિંગનો લાભ મળે છે. આ સાથે જ યુઝર્સને ડેઈલી 2 GB હાઈસ્પીડ ડેટા અને 100 ફ્રી SMSની ઑફર આપવામાં આવી રહી છે.

આ પ્લાનમાં યુઝર્સને 100 GB ડેટાનો એક્સેસ મળે છે. આટલું જ નહીં, કંપની પોતાના આ પ્લાનની સાથે-સાથે BiTVનું એક્સેસ પણ ઑફર કરે છે. જેમાં યુઝર્સને LIVE ટીવી ચેનલ અને ફ્રીમાં OTT એપ્સનું એક્સેસ મળે છે.

આ સિવાય BSNLના પોર્ટફોલિયોમાં 365 દિવસ સુધીની વેલિડિટી ધરાવતો સસ્તો રિચાર્જ પ્લાન પણ છે, જેમાં યુઝર્સને સમગ્ર દેશમાં અનલિમિટેડ વૉઈસ કોલિંગની સાથે-સાથે નેશનલ ફ્રી રોમિંગનો લાભ મળે છે. આ સસ્તા પ્લાનમાં પણ યુઝર્સને 2GB હાઈસ્પીડ ડેટા અને 100 ફ્રી SMSનો લાભ મળે છે.

જણાવી દઈએ કે, BSNL ઝડપભેર પોતાના નેટવર્કને એક્સ્પાન્ડ કરી રહ્યું છે. તાજેતરમાં જ કંપનીએ 1 લાખ જેટલા નવા 4G ટાવર લગાવવાનું કામ પુરું કર્યું છે. BSNLનું 4G નેટવર્ક સંપૂર્ણે સ્વદેશી ટેક્નોલૉજી પર આધારિત છે, જેને ભવિષ્યમાં 5Gમાં અપગ્રેડ કરી શકાય છે.