BSNL Prepaid Plan: ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ પોતાના સસ્તા પ્લાનથી કરોડો યુઝર્સની સમસ્યા સમાપ્ત કરી દીધી છે. જેમાં કંપની ઓછા ખર્ચે યુઝર્સને સારી ઑફર આપી રહી છે.
હાલ BSNL પાસે 72 દિવસનો એક સસ્તો પ્લાન છે, જેની કિંમત 500 રૂપિયાથી પણ ઓછી છે. કંપનીએ પોતાના આ સસ્તા પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કૉલિંગ, ડેટા, ફ્રી SMS સહિત અઢળક બેનિફિટ પુરા પાડી રહી છે.
BSNLનો 72 દિવસનો પ્રીપેડ પ્લાન
BSNL દ્વારા પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ પ્રીપેડ પ્લાનની વિગતો શેર કરવામાં આવી છે. આ પ્લાન અંતર્ગત યુઝર્સને સમગ્ર દેશમાં અનલિમિટેડ ફ્રી કૉલિંગ અને ફ્રી નેશનલ રૉમિંગનો લાભ મળે છે.
આ પ્લાનમાં કંપની યુઝર્સને ડેઈલી 2GB ડેટા અને 100 ફ્રી SMS ઑફર કરે છે. આ સિવાય યુઝર્સને આ પ્લાનમાં BiTVનું એક્સેસ મળે છે. BSNLનો આ પ્રીપેડ પ્લાન 485 રૂપિયામાં આવે છે.
The smart choice for long validity is here!
— BSNL India (@BSNLCorporate) December 1, 2025
Recharge with the BSNL ₹485 Plan and stay connected for 72 days with unlimited calls and 2GB high-speed data/ day and 100 SMS/ day.
Recharge via #BReXhttps://t.co/41wNbHpQ5c#BSNL #BSNLPlans #AffordablePlans #BSNLPlans… pic.twitter.com/TyHKtYNWR0
આ ઉપરાંત BSNL યુઝર્સને ઓછા ખર્ચામાં 365 દિવસ સુધીની વેલિડિટી પણ ઑફર કરી રહી છે. આ પ્લાન 2399 રૂપિયાની કિંમતનો છે, જેમાં મળનારા બેનિફિટ્સની વાત કરીએ તો, યુઝર્સને ડેઈલી 2GB ડેટા, 100 ફ્રી SMS અને અનલિમિટેડ કૉલિંગની સાથે-સાથે ફ્રી નેશનલ રૉમિંગ ઑફર કરવામાં આવે છે.
BSNLની 5G સર્વિસ ટૂંક સમયમાં લૉન્ચ થશે
ટૂંક સમયમાં BSNL પોતાની 5G સર્વિસ લૉન્ચ કરવા જઈ રહી છે. જે અંતર્ગત હાલ કંપની મુંબઈ અને દિલ્હી જેવા બે મેટ્રો શહેરોમાં જાન્યુઆરી-2026 એટલે કે આવતા મહિનામાં 5G સર્વિસ લોન્ચ કરવાની છે.
જણાવી દઈએ કે, તાજેતરમાં જ કપંનીએ સમગ્ર દેશમાં 4G સર્વિસ લોન્ચ કરી છે. કંપનીનું 4G નેટવર્ક સંપૂર્ણ દેશી અને હવે 5G પર રેડી જ છે. જો કે હાલ કંપની લિમિટેડ સાઈટ્સ સાથે જ 5G સર્વિસ શરૂ કરશે તેમ જાણવા મળ્યું છે.
