Bank Holidays January 2026 List: વર્ષ 2026 ના પ્રારંભ સાથે જ જાન્યુઆરી મહિનામાં બેંકોમાં રજાઓની ભરમાર જોવા મળી રહી છે. જો તમારે આ મહિનામાં બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામકાજ પતાવવાનું હોય, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) ના હોલીડે કેલેન્ડર મુજબ, જાન્યુઆરી 2026 માં દેશભરની અલગ-અલગ બેંકોમાં કુલ 16 દિવસ રજા રહેશે.
કયા કારણોસર અને ક્યારે બંધ રહેશે બેંકો?
RBI ની યાદી મુજબ, જાન્યુઆરી મહિનામાં નવા વર્ષની ઉજવણી, મકરસંક્રાંતિ, સ્વામી વિવેકાનંદ જયંતિ અને ગણતંત્ર દિવસ (Republic Day) જેવા વિવિધ રાષ્ટ્રીય અને પ્રાદેશિક તહેવારોને કારણે જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો બંધ રહેશે. આ ઉપરાંત, સાપ્તાહિક રજાઓનો પણ તેમાં સમાવેશ થાય છે.
જાન્યુઆરી 2026માં આ દિવસે બંધ રહેશે બેંકો (Bank Holidays January 2026)
- 1 જાન્યુઆરી, 2026 (ગુરુવાર): નવા વર્ષના દિવસે ઐઝોલ, ચેન્નાઈ, ગંગટોક, ઇમ્ફાલ, ઇટાનગર, કોહિમા, કોલકાતા અને શિલોંગમાં બેંકો બંધ રહેશે.
- 2 જાન્યુઆરી, 2026 (શુક્રવાર): મન્નમ જયંતિ/નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે ઐઝોલ, કોચી અને તિરુવનંતપુરમમાં રજા રહેશે.
- 3 જાન્યુઆરી, 2026 (શનિવાર): હઝરત અલીના જન્મદિવસ નિમિત્તે લખનૌમાં બેંક કામકાજ બંધ રહેશે.
- 4 જાન્યુઆરી, 2026 (રવિવાર): રવિવાર નિમિત્તે દેશભરની બેંકો બંધ રહેશે.
- 10 જાન્યુઆરી, 2026 (શનિવાર): બીજા શનિવાર નિમિત્તે દેશભરની બેંકો બંધ રહેશે.
- 11 જાન્યુઆરી, 2026 (રવિવાર): રવિવાર નિમિત્તે દેશભરની બેંકો બંધ રહેશે.
- 12 જાન્યુઆરી, 2026 (સોમવાર): સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે કોલકાતામાં બેંકોમાં રજા રહેશે.
- 14 જાન્યુઆરી, 2026 (બુધવાર): મકરસંક્રાંતિ/માઘ બિહુના તહેવારને કારણે અમદાવાદ, ભુવનેશ્વર, ગુવાહાટી અને ઇટાનગરમાં બેંકો બંધ રહેશે.
- 15 જાન્યુઆરી, 2026 (ગુરુવાર): ઉત્તરાયણ/પોંગલ/મકર સંક્રાંતિ નિમિત્તે બેંગલુરુ, ચેન્નાઈ, ગંગટોક, હૈદરાબાદ અને વિજયવાડામાં રજા રહેશે.
- 16 જાન્યુઆરી, 2026 (શુક્રવાર): તિરુવલ્લુવર દિવસ નિમિત્તે ચેન્નાઈમાં બેંક શાખાઓ બંધ રહેશે.
- 17 જાન્યુઆરી, 2026 (શનિવાર): ઉઝાવર થિરુનાલના પ્રસંગે ચેન્નાઈમાં રજા રહેશે.
- 18 જાન્યુઆરી, 2026 (રવિવાર): રવિવાર નિમિત્તે દેશભરની બેંકો બંધ રહેશે.
- 23 જાન્યુઆરી, 2026 (શુક્રવાર): નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જયંતિ/વસંત પંચમી નિમિત્તે અગરતલા, ભુવનેશ્વર અને કોલકાતામાં બેંકો બંધ રહેશે.
- 24 જાન્યુઆરી, 2026 (શનિવાર): ચોથા શનિવાર નિમિત્તે દેશભરની બેંકો બંધ રહેશે.
- 25 જાન્યુઆરી, 2026 (રવિવાર): રવિવાર નિમિત્તે દેશભરની બેંકો બંધ રહેશે.
- 26 જાન્યુઆરી, 2026 (સોમવાર): પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દેશભરમાં બેંકો સંપૂર્ણપણે બંધ રહેશે.
દરેક રાજ્યમાં રજાઓમાં ફેરફાર શક્ય
બેંકની તમામ રજાઓ દેશભરમાં એકસાથે લાગુ પડતી નથી. RBI દ્વારા રાજ્યોના સ્થાનિક તહેવારો અને પ્રાદેશિક મહત્વના દિવસોને ધ્યાનમાં રાખીને રજાઓ નક્કી કરવામાં આવે છે. તેથી, તમારા રાજ્યમાં કઈ તારીખે બેંક બંધ રહેશે તેની ચોક્કસ માહિતી માટે બેંકની સત્તાવાર વેબસાઇટ અથવા નજીકની શાખાનો સંપર્ક કરવો ઉપયોગી છે.
ઓનલાઇન સેવાઓ રહેશે ચાલુ
બેંક હોલીડે દરમિયાન શાખાઓ બંધ હોવા છતાં ગ્રાહકોને આર્થિક વ્યવહારોમાં મુશ્કેલી નહીં પડે. ડિજિટલ બેંકિંગ સેવાઓ જેવી કે ઈન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ, UPI અને ATM સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે. જોકે, ચેક ક્લિયરન્સ, રોકડ જમા કરાવવી કે લોન પ્રક્રિયા જેવા કામકાજ માટે બેંકમાં જતા પહેલા રજાઓની યાદી તપાસી લેવી જરૂરી છે.
