Bank Holiday :નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં કયા દિવસે બેંક બંધ રહેશે, શું કહે છે RBIની લિસ્ટ તે જાણો

Bank Holiday:જો નવેમ્બરના મહિનામાં તમારા બેન્કથી સંકળાયેલ કોઈ કામ હોય તો તેને અગાઉથી જ ખતમ કરી લેવું જરૂરી છે. કારણ કે તહેવારોની સિઝનમાં કોઈ દિવસ બેન્ક બંધ રહેશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 02 Nov 2026 07:51 AM (IST)Updated: Mon, 02 Nov 2026 08:25 AM (IST)
bank-holiday-2-november-in-shillong-sbi-pnb-hdfc-bank-and-other-rbi

Bank Holiday:જો નવેમ્બરના મહિનામાં તમારા બેન્કથી સંકળાયેલ કોઈ કામ હોય તો તેને અગાઉથી જ ખતમ કરી લેવું જરૂરી છે. કારણ કે તહેવારોની સિઝનમાં કોઈ દિવસ બેન્ક બંધ રહેશે. ભારતીય રિઝર્વ બેન્ક(RBI)ના બેન્ક હોલિડે કેલેન્ડર પ્રમાણે સોમવારે 2 નવેમ્બરના રોજ બેંક બંધ રહેનાર છે.

જો તમારા બેન્ક જઈને તમારું કામ પૂરું કરવાનું પ્લાન કરે છે તો તે અગાઉ આ જણવું જરૂરી છે કે તમારા રાજ્યમાં બેંક ખુલ્લી છે કે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે દરેક શહેરમાં બેન્કની રજા અલગ-અલગ દિવસે હોય છે.

સોમવારે બેંક ખુલ્લી રહેશે કે બંધ

સોમવારે 2 નવેમ્બરના રોજ દેશના એક રાજ્યમાં બેંક બંધ રહેશે. નોંગક્રેમ ડાંસને લીધે શિલોંગમાં બેન્કની શાખા બંધ રહેશે. શિલોંગન સીવાય દેશના અન્ય રાજ્યોમાં બેંક સમાન્ય સ્થિતિમાં ખુલ્લી રહેશે. RBI રજાની યાદી પ્રમાણે 3થી 7 નવેમ્બર સુધી બેંક ખુલ્લી રહેશે અને આ દિવસે કોઈ સત્તવાર રજા નથી. આ દિવસોમાં ગ્રાહક બેંકની શાખામાં જઈને કોઈ કામ કરી શકશે નહીં. જ્યારે 8 નવેમ્બર રવિવાર સાપ્તાહિક રજા થવાને લીધે દેશભરના અનેક બેન્કોમાં બંધ રહેશે.

RBIના નિયમ પ્રમાણે તમામ સરકારી અને પ્રાઈવેટ બેન્ક નિયત રજા ઉપરાંત દરેક મહિને બીજા અને ચોથા શનિવાર તથા રવિવારે બંધ રહે છે. અલબત આ સાથે ઓનલાઈન બેન્કની સેવાઓ યથાવત રહે છે. એટલે કે રજા દિવસે પણ લોકો ઘરેથી તેમના કામ જાળવી રાખી શકે છે.