IPO T0 Open:સોમવારે એટલે કે 3 એપ્રિલથી રોકાણકારો પાસે Avalon Technologies Limitedનું પ્રારંભિક જાહેર ભરણું (IPO) સબ્સ્ક્રાઈબ કરવાની તક રહેશે.
નાના રોકાણકારો માટે આ IPO 6 એપ્રિલ સુધી ખુલ્લો રહેશે. એન્કર રોકાણકારો તરફથી IPOને સારો પ્રતિસાદ મળ્યો છે. હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે નાના રોકાણકારો માટે આ IPO કેટલું આકર્ષણ જમાવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે કંપનીએ આ IPO માટે પ્રાઈઝ બેન્ડ રૂપિયા 415થી રૂપિયા 436 નક્કી કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એવલોન ટેકનોલોજી લિમિટેડે એન્કર ઈન્વેસ્ટર્સ મારફતે રૂપિયા 389.25 કરોડનું ભંડોળ એકત્રિત કર્યું છે. કંપનીએ 24 ફંડ્સ કંપનીઓને રૂપિયા 436 શેરદીઠ કિંમતથી 89.27 લાખ શેરની ફાળવણી કરી છે.
એન્કર ઈન્વેસ્ટર્સ માટે 50 ટકા શેરને લઈ 26 મે,2023ના રોજ લોકઈન પીરિયડ પૂરો થશે. બાકીના 50 ટકા માટે લોક ઈન પીરિયડ 22 ઓગસ્ટના રોજ પૂરો થશે.
કંપની શેર ફળવણી 12મી એપ્રિલના રોજ કરી શકે છે તેમ જ લોટ સાઈઝ પણ 34 શેરનો નક્કી કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એક નાના રોકાણકાર તરીકે ઓછામાં ઓછા 14,824 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે.
કંપનીના શેરની ફેસ વેલ્યુ રૂપિયા 2 છે અને કંપની લગભગ 18મી એપ્રિલના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સએક્સચેન્જ (NSE)ખાતે લિસ્ટીંગ કરી શકે છે.
પ્રાથમિક માહિતી પ્રમાણે વર્તમાન સમયમાં શેર રૂપિયા 12 પ્રીમિયમથી કામકાજ ધરાવે છે. અગાઉ તેનું પ્રિમિયમ રૂપિયા 20 હતું, જે અત્યારે થોડું ગગડ્યું છે.