અમદાવાદ. Auto Desk:
આ વર્ષ 2022 વાહન નિર્માતા કંપનીઓ માટે શ્રેષ્ઠ રહ્યું છે. આ વર્ષે લોકોએ જોરદાર રીતે કારની ખરીદી કરી છે. આજે અમે તમારા માટે ભારતીય બજારમાં હેચબેક, SUV, સેડાન અને MPVનું લિસ્ટ લઈને આવ્યા છીએ. ઓક્ટોબરના તહેવારોના મહિના દરમિયાન વેચાણમાં 28 ટકાનો વધારો જોવા મળ્યો છે.
Hatchback: Maruti Suzuki Wagon R
ભારતીય બજારમાં આજે પણ હેચબેક કારોની ડિમાન્ડ છે. પરંતુ સૌથી વધારે વેચાતા વાહનોમાંથી કેટલીક નાની કારો પણ છે. મારુતિ વેગન આર એ માત્ર હેચબેક સેગમેન્ટમાં સૌથી વધુ વેચાતી કારમાં સ્થાન મેળવ્યું છે. જાન્યુઆરીથી નવેમ્બર સુધીમાં મારુતિ સુઝુકીએ વેગનઆરના 2,07,136 યુનિટ વેચ્યા છે.

SUV: Tata Nexon
ભારતીય બજારમાં SUVની ડિમાન્ડ દિવસેને દિવસે ઝડપથી વધી રહી છે. ICE અને ઇલેક્ટ્રિક વ્હીકલ અવતાર બંનેમાં ઉપલબ્ધ છે, Nexon આ વર્ષની ટાટા માટે સૌથી મોટી સફળતાની કહાની રહી છે. ટાટા મોટર્સે આ વર્ષે EVs સહિત નેક્સનના 1,56,225 યુનિટ્સનું વેચાણ કર્યું છે. Nexon ભારતની સૌથી વધુ વેચાતી SUV બની છે. આ વર્ષે વેચાયેલી તમામ SUVમાં ટાટા મોટર્સનું યોગદાન લગભગ અડધું છે. 2022માં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ 3.26 લાખ યુનિટ સાથે પોતાનું સ્થાન બનાવ્યું છે.

Sedan: Maruti Suzuki Dzire
ભારતીય બજારમાં હજુ પણ મારુતિ ડિઝાયરને પસંદ કરવામાં આવે છે. લોકો આજે પણ આ કારના દિવાના છે. જાન્યુઆરી બાદથી મારુતિએ ડિઝાયરના 1,47,922 યુનિટ્સનું વેચાણ કર્યું છે અને તે 2022માં ભારતની મનપસંદ સેડાન બની રહી હતી.

MPV: Maruti Suzuki Ertiga
ભારતમાં કોવિડ બાદ હવે કંપનીઓ ધીમે ધીમે પાટા પર આવી રહી છે. એમપીવીમાં બેસ્ટ સેલર્સની યાદીમાં મારુતિ સુઝુકી અર્ટિગા પણ સામેલ છે. મારુતિ સુઝુકીએ નવી પેઢીની Ertiga લૉન્ચ કરી, અને આ કાર ખરીદદારોની વચ્ચે ત્યારે પણ હિટ રહી, જ્યારે અન્ય વધુ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે SUV સ્ટાઇલ સાથે MPVs લૉન્ચ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા. મારુતિ સુઝુકીએ ત્રણ પંક્તિની એમપીવીના 1,21,611 યુનિટ્સનું વેચાણ કર્યું છે.

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો
ટેલિગ્રામ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.