Vantara Creamery Ice Cream: અનંત અંબાણીનું નવું બિઝનેસ મોડેલ,'વનતારા ક્રિમરી' બ્રાન્ડ હેઠળ 17 ફ્લેવરમાં આઈસ્ક્રીમ

મુંબઈના જિયો વર્લ્ડ ડ્રાઈવ ખાતે આ લોન્ચિંગ અંગેની જાહેરાત વનતારાના અધિકૃત ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરવામાં આવી હતી અને તેમાં AI-જનરેટેડ કેમ્પેઈન ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 15 May 2026 03:42 PM (IST)Updated: Fri, 15 May 2026 03:42 PM (IST)
anant-ambani-new-business-model-ice-cream-in-17-flavors-under-the-vantara-creamery-brand-from-gir-cow-milk

Vantara Creamery Ice Cream:અગ્રણી ઉદ્યોગપતિ અનંત અંબાણી (Anant Ambani)તેમના નેતૃત્વ હેઠળ વન્યજીવન સંરક્ષણ અભિયાન વનતારા સાથે સંકળાયેલ વનતારા ક્રિમરી (Vantara Creamery) લોંચ કરીને હવે પ્રીમિયર ડેઝર્ટ્સની નવી કેટેગરીમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સમર્થિત આ પ્રોજેક્ટ વિવિધ કારોબારને લગતા ડાઈવર્સિફિકેશનને દર્શાવે છે.

તાજેતરમાં જ અનંત અંબાણીના માર્ગદર્શન હેઠળ એક્સપીરિમેન્ટલ આઈસ્ક્રીમ ટ્રક મારફતે જીયો વર્લ્ડ ડ્રાઈવ ખાતે લગભગ 17 જેટલી આઈસ્ક્રીમ બ્રાન્ડ રજૂ કરવામાં આવી હતી.

કેમ્પેઈન માટે AI-ફિલ્મ રજૂ કરવામાં આવી

મુંબઈના જિયો વર્લ્ડ ડ્રાઈવ (Jio World Drive) ખાતે આ લોન્ચિંગ અંગેની જાહેરાત વનતારાના અધિકૃત ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરવામાં આવી હતી અને તેમાં AI-જનરેટેડ કેમ્પેઈન ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી.આ ફિલ્મમાં મુંબઈના વિવિધ વિસ્તારો એક એનિમેટેડ વાઘ વનતારા ક્રિમરી વાન (Vantara Creamery van) ચલાવતો જોવા મળે છે અને તે આ આઈસ્ક્રીમ બિઝનેસની બ્રાન્ડ સ્થાપિત વન્યજીવ સંરક્ષણ ઓળખને રજૂ કરવાનો પ્રયત્ન કરે છે.

17 જેટલા ફ્લેવરમાં આઈસ્ક્રીમ પોર્ટફોલિયો,ગીર ગાયના દૂધથી પ્રોડક્ટ

અહેવાલો પ્રમાણે વનતારાની બ્રાન્ડ સ્વરૂપમાં વનતારા ક્રિમરી અંતર્ગત 17 જેટલા ફ્લેવરમાં આઈસ્ક્રીમ પોર્ટફોલિયો રજૂ કરવામાં આવી રહ્યો છે, જેમં ફિલ્ટર કોફી (Filter Coffee),Lemon Sorbet, ગવાવા ચિલી (Guava Chilli) અને મલાઈ કુલ્ફી (Malai Kulfi)નો સમાવેશ થાય છે. આ પ્રોડક્ટ્સમાં એ2 ગીર ગાયના દૂધ (A2 Gir Cows Milk)નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા

વનતારા ક્રિમરી લોંચિંગ અને સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા પણ મળી રહી છે.પ્રાણીઓના કલ્યાણના ઉમદા કાર્ય અને ડેરી આધારિત બિઝનેસને લઈ લોકો પ્રશ્ન કરે તો કેટલાક લોકો સારી ગુણવત્તાયુક્ત આઈસ્ક્રીમની વિવિધ કેટેગરી રજૂ કરવાની પહેલને આવકારી પણ રહ્યા છે.

naidunia_image

અત્રે ઉલ્લેખનીય છે કે વનતારા જામનગર સ્થિત રિલાયન્સની રિફાઈનરી કોમપ્લેક્ષમાં કાર્યરત છે અને તે આશરે 3000 એકર વિસ્તારમાં ફેલાયેલ છે. અહીં પશુઓને અનેક પ્રજાતિઓની કાળજી લેવામાં આવે છે તથા તેમનું પુનર્વસન માટે કામગીરી કરવામાં આવે છે.