Canva Layoffs:AIની બદલાતી ડિઝાઈન વચ્ચે Canvaએ 1271 કર્મચારીઓની છટણી કરવાની કરી જાહેરાત

Canva Layoffs: વિશ્વભરમાંથી સેંકડો લોકોને ડિઝાઈનની સુવિધા ઉપલબ્ધ કરાવી રહેલી ઓનલાઈન પ્લેટફોર્મ કેનવા પોતાના બિઝનેસને લઈ નિર્ણયમાં ફેરફાર કર્યો છે. હવે કંપનીએ વૈશ્વિક સ્તરે 1,271 કર્મચારીને છૂટા કરવાની યોજના જાહેર કરી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 05 Nov 2026 04:02 PM (IST)Updated: Thu, 05 Nov 2026 06:49 PM (IST)
amid-the-evolving-landscape-of-ai-canva-has-announced-the-layoff-of-1271-employees

Canva Layoffs: વિશ્વભરમાંથી સેંકડો લોકોને ડિઝાઈનની સુવિધા ઉપલબ્ધ કરાવી રહેલી ઓનલાઈન પ્લેટફોર્મ કેનવા પોતાના બિઝનેસને લઈ નિર્ણયમાં ફેરફાર કર્યો છે. હવે કંપનીએ વૈશ્વિક સ્તરે 1,271 કર્મચારીને છૂટા કરવાની યોજના જાહેર કરી છે. આ કંપનીના કુલ કર્મચારીના આશરે 22% વર્કફોર્સ છે. આ નિર્ણયને લીધે મોટી સંખ્યામાં કર્મચારીઓ તેમની નોકરી ગુમાવશે. કેટલાક તેમની ભૂમિકા બદલશે અને કેટલાકને અન્ય શહેરોમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

બ્લૂમબર્ગના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે કેનવાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર મેલાની પર્કિન્સે કર્મચારીઓને સંબોધીને લખેલી એક નોંધમાં જણાવવામાં આવ્યું કે કંપનીમાં 1271 કર્મચારી નોકરી ગુમાવી રહ્યા છે અને તેમની ભૂમિકામાં વ્યાપક પ્રમાણમાં ફેરફાર કરવામાં આવશે. આ ઉપરાંત આ નોંધમાં મહત્વના સ્થાનો એટલે કે હોદ્દાને લઈ ફેરફારની પણ વાત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે આ નોંધને લગતી માહિતીને કંપનીએ તેની વેબસાઈટ પર પોસ્ટ કરીને માહિતી આપી હતી.

આ નિર્ણયને કંપનીના છેલ્લા 13 વર્ષના ઈતિહાસમાં સૌથી કઠોર અને કર્મચારી વિરોધી નિર્ણય હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત કંપનીનું સ્પષ્ટપણે કહેવું છે કે છેલ્લા એક દાયકામાં આ સૌ પ્રથમ વખત છે કે તેના વિકાસની ઝડપને બ્રેક લાગી છે અથવા તો વિકાસ ધીમો પડ્યો છે. આ સંજોગોમાં કંપની હવે તેના બિઝનેસને લઈ રિસ્ટ્રક્ચરિંગ કરવાની દિશામાં આગળ વધી હોય તેમ જણાય છે. જો કંપનીના બિઝનેસની ઝડપ ધીમી પડી રહી હોય તો કંપનીના મૂલ્ય એટલે કે વેલ્યુએશનને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન કરી શકે છે. આ સંજોગોમાં કંપનીને હવે ડર છે કે એન્થ્રોપિક PBC જેવા ક્લાઉડની નવી ટેકનોલોજી તેમના બિઝનેસ સામે મોટો પડકાર બનીને ઉભરી રહેલ છે. જો અત્યારે સ્થિતિને તે સંભાળશે નહીં તો આગળ જતા તેને પારાવાર નુકસાન સહન કરવું પડી શકે છે. આર્ટીફિશિય ઈન્ટેલિજન્સના વધી રહેલા વ્યાપ તેના બિઝનેસ માટે મોટો પડકાર ચોક્કસપણે છે. પણ કંપની હવે તેના બિઝનેસને નવો વળાંક આપવા અને સમય સાથે તાલ મીલાવી આગળ વધવાનો અભિગમ અપનાવી રહી છે. આ સંજોગોમાં અત્યારે તે પોતાની વર્કફોર્સને લઈ વ્યાપક પ્રમાણમાં પરિવર્તન કરવા જઈ રહી છે.