US Tariff On Indian Rice: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Trump) ભારતીય બાસમતી ચોખા(Indian Basmati Rice) પર વધારાનો 25 ટકા ટેરિફ લગાવ્યો છે, જે અગાઉથી લાગૂ 25 ટકા રેસિપ્રોકલ ટેરિફથી ઉપર છે. તેને લીધે કૂલ ટેક્સ હવે 50 ટકા થઈ ગયો છે.
આ નિર્ણયથી ભારતીય બાસમતી ચોખા અમેરિકામાં મોંઘા થઈ જશે અને પાકિસ્તાનને તેનો સીધો લાભ મળશે, કારણ કે ત્યાંથી આવતા બાસમતી પર ફક્ત 19 ટકા ટેરિફ લાગે છે.
અમેરિકાના બજારમાં બાસમતી ચોખાની કૂલ માંગ આશરે 5 લાખ મેટ્રિક ટન છે, જેમાંથી ભારત 3 લાખ મેટ્રિક ટન એટલે કે આશરે 350 મિલિયન ડોલરની નિકાસ કરે છે. જ્યારે પાકિસ્તાન 1.8 મેટ્રિક ટન ચોખા મોકલે છે.
નવા ટેક્સથી કિંમત પર શુ અસર થશે
વર્તમાન સમયમાં ભારતીય બાસમતીની સરેરાશ કિંમત 1200 ડોલર પ્રતી મેટ્રિ ટન છે. જોકે, નવા ટેરિફ બાદ આ કિંમત અસહ્ય વધીને 1800 ડોલર થઈ જશે, જ્યારે પાકિસ્તાની બાસમતી 1450 ડોલર પ્રતિ ટનથી ઉપલબ્ધ બનશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતના પંજાબમાં સૌથી વધારે બાસમતી ચોખાનું ઉત્પાદન થાય છે, જે કૂલ ઉત્પાદનમાં આશરે 40 ટકા હિસ્સો ધરાવે છે. ત્યારબાદ હરિયાણા તથા અન્ય રાજ્યો આવે છે. નાણાકીય વર્ષ 2023-24માં ભારતે 59.42 લાખ મેટ્રિક ટનની નિકાસ કરી હતી, જેમાંથી અમેરિકાની હિસ્સેદારી આશરે 3 લાખ મેટ્રિક ટન હતી. નવા ટેરિફથી ભારતની અમેરિકાના બજારમાં હિસ્સેદારી 50 ટકાથી 80 ટકા સુધી ઘટી શકે છે.
