અમદાવાદ, અદાણીની કંપનીઓનો ભાગ અને ભારતના અગ્રણી બિલ્ડિંગ મટિરિયલ સોલ્યુશન્સ પૂરા પાડી રહેલી અંબુજા સિમેન્ટ્સ લિ.એ વિસ્તરણના તેના આગામી તબક્કાને આખરી ઓપ આપ્યો છે. તદનુસાર વિસ્તરણની યોજના હેઠળ (સંપૂર્ણ નવા ('ગ્રીનફિલ્ડ') અને હાલના એકમોનું વિસ્તરણ 'બ્રાઉનફિલ્ડ' કહેવાતા પ્રકલ્પો મારફત પ્રતિ વર્ષ અંદાજે ૩૦ મિલિયન ટન સિમેન્ટનું ઉત્પાદનની ક્ષમતા મુખ્ય બજારોમાં ઉમેરવાની યોજના ઘડી છે. આ યોજના થકી પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર ભારતમાં કંપનીનું ઉત્પાદન નેટવર્ક વિસ્તારવામાં આવશે. હાલ કંપની સમગ્ર ભારતમાં ૨૪ સંકલિત પ્રકલ્પો અને ૨૪ ગ્રાઇન્ડિંગ એકમો સાથે પ્રતિ વર્ષ ૧૧૩.૫ મિલિયન ટન સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે.
આ વિસ્તરણમાં પશ્ચિમ ક્લસ્ટરમાં પ્રતિ વર્ષ આશરે ૧૫.૫ મિલિ.ટન, , પૂર્વ ક્લસ્ટરમાં ૧૧.૬ મિલિ. ટન અને ઉત્તર ક્લસ્ટરમાં ૨.૯ મિલિ.ટનની નવી ગ્રાઇન્ડિંગ ક્ષમતા સામેલ છે. કંપની પૂર્વ ક્લસ્ટરમાં આસામના રંગિયામાં પ્રતિ વર્ષ ૨.૯ અને હોજાઈમાં ૨.૯ મિલિ.ટન, ઝારખંડના ગોડ્ડામાં ૨.૯ મિલિ.ટન અને બિહારના મુઝફ્ફરપુરમાં પ્રતિ વર્ષ ૨.૯ મિલિ.ટન ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. પશ્ચિમ ક્લસ્ટરમાં ગુજરાતના મુંદ્રામાં અને હજીરા દરેકમાં ૨.૯ મિલિ.ટન, મહારાષ્ટ્રના રાયગઢ, અમરાવતી અને કલ્યાણ પ્રત્યેકમાં ૨.૯ મિલિ.ટન, દહાણુમાં વાર્ષિક ૦.૭ મિલિ.ટન ઉત્પાદન ક્ષમતા ઉમેરવામાં આવી રહી છે. આ સિવાય ઉત્તર ક્લસ્ટરમાં ઉત્તર પ્રદેશના દાદરી લાઇનમાં પ્રતિ વર્ષ ૨.૯ મિલિ.ટન ક્ષમતા વધારવામાં આવશે. આ વિસ્તરણ યોજનામાં પૂર્વ ક્લસ્ટરમાં આસામના ઉમરાંગસોમાં પ્રતિ વર્ષ ૪ મિલિ.ટન તથા પશ્ચિમ ક્લસ્ટરમાં મરાઠામાં ૪ મિલિ.ટન અને મુંદ્રામાં ૨.૩ મિલિ.ટનની નવી 'ક્લિન્કર' ઉત્પાદન ક્ષમતાનો પણ સમાવેશ થાય છે. તેના કારણે ગ્રાઇન્ડિંગ ક્ષમતાના વિસ્તરણને આધાર આપવા જરૂરી કાચા માલના ઉત્પાદન સંબંધિત નેટવર્ક વધુ તાકાતવર બનશે.
અદાણી ગ્રુપના સિમેન્ટ બિઝનેસના સીઈઓ શ્રી વિનોદ બાહેટીએ જણાવ્યું હતું કે, “વિસ્તરણનો અમારો આગામી તબક્કો વૃદ્ધિની ગુણવત્તા અને વધુ સંતુલિત ઉત્પાદન નેટવર્ક બનાવવા પર કેન્દ્રિત છે. તેમણે કહ્યું કે ક્લિંકર અને ગ્રાઇન્ડીંગ ક્ષમતા વચ્ચેની કડીને મજબૂત કરીને અને સૂચિત ઉચ્ચ વૃદ્ધિ માટે સંભવિત મુખ્ય બજારોની નજીક વિસ્તરણ કરીને કંપનીનું નેટવર્ક વધુ સુગમ બનાવી રહ્યા છીએ. દરેક ક્ષમતા વધારાથી એકંદર વ્યવસાયની સ્પર્ધાત્મકતા મજબૂત બને તે હેતુથી અમારું ધ્યાન બજારની પહોંચને લોજિસ્ટિક્સ અને ખર્ચને કાર્યક્ષમતા સાથે જોડવા પર છે.
અમારી પાસે મજબૂત બ્રાન્ડ ઇક્વિટી અને બજારોમાં પ્રીમિયમ સિમેન્ટનો હિસ્સો ધરાવતી જીવંત સપ્લાય ચેઇન ઇકોસિસ્ટમ છે.બાહેટીએ કહ્યું હતું કે વૃદ્ધિનો આ તબક્કો અને વધારાના અવરોધોને દૂર કરવાની આ પહેલ નાણાકીય વર્ષ ૨૦૩૦ સુધીમાં કંપનીની કુલ ક્ષમતાને વાર્ષિક ૧૫૫ મિલિ.ટન સુધી વધારશે. કુલ વૃદ્ધિ મૂડીખર્ચની યોજના લગભગ રૂ. ૧૪,૫૦૦ કરોડની છે. બજારમાં હિસ્સો વધારવા ઉપરાંત આ ક્ષમતાઓમાં ઉચ્ચ કાર્યક્ષમતા લાવીને ઉત્પાદન ખર્ચ ઘટાડવામાં પણ મદદ થશે. ઉત્પાદન એકમો બજારની નજીક હોવાથી લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવામાં પણ મદદ કરશે.".
પહેલાથી જ અમલમાં મુકાઈ રહેલો નવો કાર્યક્રમ ક્ષમતા વિસ્તરણ પર આધારિત છે. નાણા વર્ષ-૨૭ ના પહેલા છ મહિના દરમિયાન, કંપનીએ ગુજરાતમાં દહેજ ખાતે વાર્ષિક ૧.૨ મિલિ.ટન બ્રાઉનફિલ્ડ વિસ્તરણ, ઉત્તર પ્રદેશમાં સલઈ બાનવા ખાતે વાર્ષિક ૨.૪ મિલિ.ટન ક્ષમતાનું ગ્રાઇન્ડીંગ યુનિટ અને મહારાષ્ટ્રમાં કલંબોલીમાં વાર્ષિક ૧.૦ મિલિ.ટન બ્રાઉનફિલ્ડ વિસ્તરણ દ્વારા કુલ વાર્ષિક ૪.૬ મિલિ.ટન ઉમેરાતા હવે કુલ સિમેન્ટ વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ૧૧૩.૫ મિલિ. ટનના આંકે પહોંચી છે.
નજીકના સમયગાળામાં ઉત્પાદન વૃધ્ધિની પાઇપલાઇન આ આધારને વધુ મજબૂત બનાવશે, જેમાં ઉત્તર ક્લસ્ટર પંજાબમાં ભટિંડામાં ગ્રાઇન્ડિંગ એકમો (૧.૨ MTPA), રાજસ્થાનમાં જોધપુર પેન્ના સંકલિત એકમો (૨ MTPA) માં વધુ ૩.૨ MTPA પર સ્થિર થશે અને ચાલુ નાણા વર્ષના બાકી છ મહિના દરમિયાન તેમાં વધારો થવાની અપેક્ષા છે. આ ઉપરાંત ઈસ્ટ ક્લસ્ટર બિહારમાં આવેલ વારિસલીગંજ GU (૨.૪ MTPA) ચાલુ વર્ષમાં કાર્યરત થશે. ચાલુ નાણા વર્ષના અંત સુધીમાં કંપનીની કુલ વાર્ષિક ક્ષમતા ૧૧૯ મિલિ.ટન સુધી પહોંચવાની આશા છે.
કંપની હસ્તગત કર્યા બાદ, ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં અંબુજાએ ક્ષમતા વધારવાના ૧૧ પ્રકલ્પો પૂરા કર્યા છે, જેનાથી સિમેન્ટ ઉત્પાદન ક્ષમતામાં વાર્ષિક ૧૬.૩ મિલિ.ટન અને ક્લિંકર ઉત્પાદન ક્ષમતામાં વાર્ષિક ૯.મિલિ.ટનનો ઉમેરો થયો છે. વાર્ષિક ૩૦ મિલિ.ટન ક્ષમતાનો નવો વિસ્તરણ કાર્યક્રમ વૃધ્ધિની સફરનો આગામી તબક્કો છે. સમગ્ર ભારતમાં ફેલાયેલા કંપનીના ઉત્પાદન નેટવર્ક—જેમાં ૨૫ સંકલિત એકમો, ૩૭ ગ્રાઇન્ડિંગ યુનિટ્સ અને ૩ ક્લિંકર યુનિટ્સનો સમાવેશ થાય છે આનાથી તેના વ્યાપ, ભૌગોલિક પહોંચ અને કાર્યક્ષમતામાં વધુ મજબૂતી આવશે.
