Amazon layoffs: વર્તમાન સમયમાં અનેક દિગ્ગજ કંપનીઓ ખૂબ જ મુશ્કેલ સ્થિતિમાંથી પસાર થઈ રહી છે. તેને પગલે ગૂગલ, મેટા અને હવે અમેરિકાની E-Commerce કંપની એમેઝોનનો સમાવેશ થાય છે. અલબત એમેઝોન વધુ એક વખત મોટા પાયે છટણી કરવાની જાહેરાત કરી છે.
ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોનના CEO એન્ડી જેસે કહ્યું છે કે કંપની આગામી કેટલાક સપ્તાહમાં વધુ 9,000 કર્મચારીઓને છૂટા કરશે. આ અગાઉ કંપનીએ 18,000 કર્મચારીઓની છટણી કર્યાંની માહિતી આપી હતી.
પ્રથમ તબક્કામાં 18 હજાર નોકરી ગયેલી
અત્રે ઉલ્લેખનીય છે કે એમેઝોન તરફથી જે માહિતી આવી છે તે પ્રમાણે કંપનીએ ગણતરીના મહિનામાં જ 25 હજારથી વધારે લોકોને નોકરીમાંથી કાઢી મુક્યા છે. પ્રથમ રાઉન્ડમાં 18,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા હતા અને હવે આશરે 9,000 કર્મચારીઓની છટણી થવા જઈ રહી છે. આ એમેઝોનના ઈતિહાસની બીજા ક્રમની સૌથી મોટી છટણી હોવાનું માનવામાં આવે છે. કંપનીના આ પગલાને લીધે કંપનીની અંદર રહેલા કર્મચારીઓમાં ડરનો માહોલ પ્રવર્તિ રહ્યો છે.
કંપનીના CEOએ કહ્યું- અનિશ્ચિત અર્થવ્યવસ્થાને લીધે આ નિર્ણય લીધો
આ છટણી અંગે માહિતી આપતા કંપનીના CEO જેસીએ એક બ્લોગ પોસ્ટમાં લખ્યું છે કે અમે એમેઝોનમાં વીતેલા કેટલાક વર્ષો સુધી મોટી સંખ્યામાં કર્મચારીઓને જોડ્યા છે, જોકે અનિશ્ચિત અર્થવ્યવસ્થાને લીધે સ્થિતિ અગાઉની માફક રહી નથી. આ સ્થિતિમાં એમેઝોને ખર્ચ ઘટાડવા માટે વધુ કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરવા મજબૂર થવું પડ્યું છે.
આ વખતની છટણી ક્લાઉડ સર્વિસિસ, એડવર્ટાઈઝમેન્ટ તથા ટ્વિચ યુનિટ્સમાં કેન્દ્રીત રહેશે. તેમણે વધુમાં લખ્યું છે કે અનિશ્ચિત માહોલને લીધે અમે અમારા ખર્ચમાં ઘટાડો કરવા અને કર્મચારીઓની સંખ્યાને વ્યવસ્થિત કરવા માટે આ મોટો નિર્ણય લઈ રહ્યા છીએ. તેને લીધે કેટલાક લોકોની નોકરી જઈ શકે છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો
ટેલિગ્રામ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો.