Airtel Rs 999 Postpaid Plan: શું તમે પણ દર મહિને તમારું તેમજ તમારા પરિવારના સભ્યોના નંબર પર અલગ-અલગ રિચાર્જ કરાવીને કંટાળી ગયા છો અને કોઈ સસ્તા અને સારા રિચાર્જ પ્લાનને શોધી રહ્યા છો, તો તમારા માટે એક ખુશખબર છે.
હકીકતમાં દેશની ટોપ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર કંપની એરટેલ દ્વારા એક એવો પ્લાન શરૂ કરવામાં આવ્યો છે. જેનો લાભ તમારો આખો પરિવાર લઈ શકે છે. Airtel પોતાના પોસ્ટ પેઈડ યુઝર્સને ઈન્ફિનિટી ફેમિલી પોસ્ટ પેઈડ પ્લાન ઑફર કરી રહ્યું છે. જેમાં યુઝર્સની સાથે-સાથે 2 અન્ય સભ્યો પણ તેનો ફાયદો ઉઠાવી શકે છે. આટલું જ નહીં, એમેઝોન પ્રાઈમ અને Jio હોટસ્ટારનું સબ્સ્ક્રીપ્શન પણ મળશે.
ફેમિલીને ધ્યાનમાં રાખીને પ્લાન તૈયાર કરાયો
Airtel Infinity Family પોસ્ટ પેઈડ પ્લાન કંપનીનો એક એવો કનેક્શન પેક છે, જેને નાના ફેમિલીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. એટલે કે એક જ પ્લાનમાં પ્રાઈમરી યુઝર્સની સાથે-સાથે બે અન્ય યુઝર્સનો નંબર પણ એક્ટિવ રહી શકે છે.
સામાન્ય પોસ્ટપેઈડ પ્લાનમાં એક યુઝર્સ પોતાના પસંદગીના પ્લાનમાં ડેટા, કૉલિંગ અને SMS જેવા બેનિફિટ્સનો ફાયદો મેળવી શકે છે. જ્યારે ફેમિલી પ્લાનમાં યુઝર્સની સાથે-સાથે બે અન્ય અર્થાત ફેમિલી મેમ્બર્સ આ પ્લાનમાં મળી રહેલા બેનિફિટ્સનો ફાયદો ઉઠાવી શકે છે.
જો આ પ્લાનની કિંમતની વાત કરીએ તો, એરટેલ ઈન્ફિનિટી પોસ્ટપેઈડ પ્લાનની કિંમત કંપનીની સત્તાવાર વેબસાઈટ પર 999 રૂપિયાની દર્શાવવામાં આવી છે. જો કે GST ઉમેરાવાના કારણે કિંમત વધી શકે છે.
આ પ્લાનમાં એક પ્રાઈમરી કનેક્શનની સાથે-સાથે 2 એડ ઑન કનેક્શનનો બેનિફિટ્સ મળે છે. એટલે કે 3 યુઝર્સ એકસાથે એક જ પ્લાનનો ઉપયોગ કરી શકે છે. આ પ્લાનમાં દર મહિને 150GB ડેટા એક્સેસ મળે છે. જે પૈકી 90GB પ્રાઈમરી યુઝર્સને જ્યારે બચેલો 30-30 GB ડેટા અન્ય બે યુઝર્સને સરખાભાગે એક્સેસ કરવા મળે છે. આ સાથે જ આ પ્લાનમાં સામેલ તમામ યુઝર્સને કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ વૉઈસ કોલિંગ અને દરરોજના 100 SMSની સુવિધા એકદમ નિઃશુલ્ક મળશે.
આ સિવાય પ્લાનમાં યુઝર્સને Jio Hotstarનું ફ્રી મોબાઈલ સબ્સ્ક્રીપ્શન 1 વર્ષ માટે મળશે. આ સિવાય 6 મહિના સુધી ફ્રી એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપનો પણ ફાયદો મળશે. આટલું જ નહીં, આ પ્લાનમાં Apple Music, Apple TV+ સબસ્ક્રિપ્શન, 100GB Google One ક્લાઉડ સ્ટોરેજ, ફ્રી હેલો ટ્યૂન્સ, ફ્રી ફ્રૉડ ડિટેક્શન અને સ્પામ એલર્ટ અને Airtel Xstream Play જેવા અન્ય અઢળક બેનિફિટ્સ મળશે.
જો તમે પહેલાથી જ એરટેલના પોસ્ટપેઈડ યુઝર્સ હોવ અને આ ફેમિલી પ્લાન લેવા માંગતા હોવ, તો તમારે Airtel Thanks App, 121 એરટેલ કસ્ટમર કેર અથવા નજીકના Airtel સ્ટોરમાં જઈને આ પ્લાનને તરત જ અપગ્રેડ કરાવી શકો છે. જો કે આ માટે તમારે KYC કરાવવું પડશે. જે બાદ તમને એરટેલ એડ ઑન સિમ મળી જશે. જેના પછી તમે અને તમારા ફેમિલ મેમ્બર્સ આ પ્લાનનો ઉપયોગ કરી શકે છે.
