US Sanctions:અમેરિકામાં યોજાયેલી ચૂંટણીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હાર થતા ભારત સામે ફરી એક વખત હથિયાર ઉપાડ્યું છે. અમેરિકાએ એક ભારતીય બિઝનેસમેન, તેમની પત્ની અને ભારતની 9 કંપની પર પ્રતિબંધ મુક્યો છે. તેમના પર ઈરાનના ઓઈલ બિઝનેસ પર લાગેલા ઈન્ટરનેશનલ પ્રતિબંધોથી બચવામાં મદદરૂપ થવાનો આરોપ લગાવ્યો છે.
અમેરિકાના નાણાં મંત્રાલયની માહિતી પ્રમાણે આ સંપૂર્ણ નેટવર્ક સમુદ્રી છેતરપિંડી મારફતે ઈરાનને પ્રતિબંધિત ઓઈલના કારોબાર જાળવી રાખવામાં મદદ કરતાં હતા. મંત્રાલયે તેને એક મોટું ગુનાહિત નેટવર્ક ગણાવ્યું છે.
અમેરિકાના નાણાં મંત્રાલયે ભારતીય બિઝનેસમેન સુનીલ કુમાર શર્મા અને તેમની પત્ની જસપ્રીત પ્રીતિ શાહિદને આ નેટવર્કના કથિત સંચાલન ગણાવેલ છે. આ સાથે આરોપ છે કે બન્નેએ જહાજો માટે ખોટી રીતે સમુદ્રી રજિસ્ટ્રેશન અને ઝંડા સાથે સંકળાયેલ સર્ટીફિકેટ તૈયાર કરાવેલા. જેથી ઈરાનના ઓઈલ લઈ જઈ રહેલ જહાજ ઈન્ટરનેશનલ પ્રતિબંધો વચ્ચે પોતાની કામગીરીને જાળવી શકે.
