Adani Total Gas Q2 Results:ભારતની સૌથી મોટી CGD કંપનીઓમાંની અદાણી ટોટાલ ગેસ લિ. (ATGL) એ 30 સપ્ટેમ્બર 2026ના પૂરા થયેલા બીજા ત્રિમાસિક અને અર્ધ વાર્ષિકના તેના કામકાજ અને નાણાકીય પ્રદર્શનના પરિણામોની આજે જાહેરાત કરી છે. તે સાથે કંપનીએ હાલના તથા નવા ભૌગોલિક ક્ષેત્રો અને નવા યુગના ઉર્જા વ્યવસાયોમાં માળખાગત વિકાસ મારફત ભારતના ઉર્જા લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવવાના તેના મિશનમાં આગળ વધવા નિર્ધાર કર્યો છે.
અદાણી ટોટાલ ગેસ લિ.ના સી.ઇ.ઓ સંજય પંડિતાએ આ ગાળામાં કંપનીના પ્રદર્શન વિષે જણાવ્યું હતું કે CNGની માંગમાં સતત વધારો, ગહન PNG પ્રવેશ અને નેટવર્કના શિસ્તબદ્ધ વિસ્તરણના મજબૂત આધારે કંપનીના વોલ્યુમમાં વાર્ષિક ધોરણે 12% અને આવકમાં 34% નો વધારો થવા સાથે વાર્ષિક ધોરણે મજબૂત ડબલ ડિજિટ એબિડટામાં વૃદ્ધિ પ્રાપ્ત કરવા કંપનીને સક્ષમ બનાવી છે.
તેમણે ઉમેર્યું હતું કે પશ્ચિમ એશિયામાં ચાલુ રહેલી કટોકટી, બ્રેન્ટ અને સ્પોટ ગેસના ભાવમાં વધારો, ચલણના અવમૂલ્યન અને APM ફાળવણીમાં ઘટાડો જેવા પડકારજનક કામકાજના વાતાવરણ છતાં આ પ્રદર્શન સાથે અમારા વૈવિધ્યસભર સોર્સિંગ પોર્ટફોલિયો, લાંબા ગાળાના કરારોનું મિશ્રણ અને કેલિબ્રેટેડ ભાવ પદ્ધતિ સાથે લવચીક બજાર ખરીદીએ ખર્ચ દબાણનું સંચાલન કરવામાં મદદ કરીને વિશ્વસનીય પુરવઠા જાળવી રાખી અને ગ્રાહકોની માંગને ટકાવી રાખી છે. તેમણે કહયું કે અમે ગ્રાહકો અને હિસ્સેદારો માટે લાંબા ગાળાના મૂલ્યનું નિર્માણ કરવા માટે CNG, PNG, ઇ-મોબિલિટી અને બાયોમાસ સેગમેન્ટમાં ડિજિટલ સક્ષમતા સાથે શિસ્ત મૂડી ફાળવણી, વોલ્યુમ વૃદ્ધિ, ઓપરેશનલ શ્રેષ્ઠતા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.
અહેવાલના સમય ગાળા દરમિયાન CNG અને PNGનું સંયુક્ત વોલ્યુમ 315 MMSCM વાર્ષિક ધોરણે 12%નો વધારો દર્શાવે છે આ ગાળામાં 16 નવા સ્ટેશનો ઉમેરવા સાથે CNG સ્ટેશનોની સંખ્યા વધીને 723 થઈ છે.જ્યારે 39,574 નવા ઘરોને જોડવા સાથે, ઘરેલુ PNG જોડાણોની સંખ્યા વધીને 11.81 લાખ પહોંચી છે. 442 નવા ગ્રાહકોની વૃધ્ધિ સાથે, ઔદ્યોગિક અને વ્યાપારી જોડાણો વધીને 10,864 થયા છે. સ્ટીલ પાઇપલાઇન નેટવર્કમાં 318 ઇંચ-કિમીનો વિસ્તાર થતા હવે કુલ 16,305 ઇંચ-કિમી થયો છે.
બીજા ત્રિમાસિક દરમિયાન 'IOAGPL'સાથે સંયુક્ત સાહસ સહિત સમગ્ર ભારતમાં થયેલા વિસ્તરણ અનુસાર CNG અને PNGનો સંયુક્ત જથ્થામાં વાર્ષિક ધોરણે 529 MMSCM થયો છે જે 18%નો વધારો દર્શાવે છે. દેશભરમાં 1,185 CNG સ્ટેશનોના સંયુક્ત નેટવર્કમાં 18 નવા સ્ટેશનોનો ઉમેરો થયો છે. દરરોજ 60 લાખથી વધુ લોકોના જીવનને સીધી રીતે સ્પર્શતા PNG ઘરગથ્થુ જોડાણોની સંખ્યા 14.31 લાખને વટાવી ગઈ છે. અંદાજે 600 નવા ગ્રાહકોના ઉમેરા સાથે ઔદ્યોગિક અને વ્યાવસાયિક જોડાણો વધીને 12,925 થયા છે. આ ગાળામાં કુલ 29,156 ઇંચ-કિમી સ્ટીલ પાઇપલાઇન નેટવર્કનું નિર્માણકાર્ય પૂર્ણ થયું છે.
વાર્ષિક ધોરણે ગત નાણા વર્ષના સમાન ગાળાની રુ.1569 કરોડની આવકની તુલનાએ ચાલુ વર્ષના આ ગાળામાં 34% વધી રુ.2101 કરોડ થઇ છે. જ્યારે ગત વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક સમયની રુ. 3060 કરોડની આવક સામે ચાલુ વર્ષના સમાન સમયમાં ૩૧%ના વધારા સાથે રુ.3,999 કરોડ થઇ છે. ગત વર્ષના બીજા ત્રિમાસિકમાં કર બાદનો નફો રુ.૧૬૨ કરોડ સામે ચાલુ વર્ષના સરખા સમયમાં ૩% વધી રુ.167 કરોડ થયો છે. ગત વર્ષના પ્રથમ છ માસિકમાં કર બાદનો નફો રુ.324 કરોડ સામે 7% ઘટી ચાલુ વર્ષના સમાન ગાળામાં રુ. 300 કરોડ થયો છે. જ્યારે રોકડ નફો ગત વર્ષના બીજા ત્રિમાસિકમાં રુ.૨૩૫ કરોડ સામે 8% વધી ચાલુ વર્ષના સમાન ગાળામાં રુ.254 કરોડ થયો છે.
