OPEN IN APP

Adani Group આ 5 કંપનીના IPO લૉન્ચ કરી શકે છે, કંપનીના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસરે પ્લાનિંગ જણાવ્યું

By: Jagran Gujarati   |   Updated: Mon 23 Jan 2023 05:47 AM (IST)
adani-group-may-lauch-5-ipo-81451

Adani Group : અદાણી ગ્રુપ પાંચ કંપનીઓના IPO લૉન્ચ કરી શકે છે. ગૌતમ અદાણી 2026થી 2028ની વચ્ચે ઓછામાં ઓછી પાંચ કંપનીઓના જનતાને શેર વેચવાની યોજના બનાવી રહ્યા છે. આનાથી અદાણી ગ્રુપને દેવુ ઘટાડવામાં અને ઇનવેસ્ટ બેસને વધારવામાં મદદ મળશે. અદાણી ગ્રુપના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર જુગશિન્દર સિંઘે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, 'આગામી ત્રણથી પાંચ વર્ષમાં ઓછામાં ઓછા 5 યુનિટ્સ માર્કેટમાં જવાની તૈયાર હશે.' તેમણે કહ્યું કે, અદાણી ગ્રુપ ઈન્ડસ્ટ્રીઝ, અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ, અદાણી રોડ ટ્રાન્સપોર્ટ, અદાણી કોનેક્સની સાથે જ ગ્રુપના મેટલ અને માઇનિંગ યુનિટ અલગ યુનિટ્સ બનશે.

સિંહે કહ્યું કે, એરપોર્ટ ઓપરેટર જેવા બિઝનેસ એવા કંઝ્યૂમર પ્લેટફોર્મ્સ છે જે લગભગ 300 મિલિયન ગ્રાહકોને સેવા આપી રહ્યા છે. તેઓએ વધુ વૃદ્ધિ માટે પોતાની મૂડીની જરૂરિયાતને સ્વ-સંચાલિત કરવાની અને તેનું સંચાલન કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે, ઔપચારિક ડિમર્જર પહેલાં આ બિઝનેસને એ જોવું પડશે કે તેઓ સ્વતંત્ર કામગીરી, સંચાલન અને મૂડી વ્યવસ્થાપનની મૂળભૂત કસોટીઓને પાસ કરી શકે છે.

સારો બિઝનેસ કરી રહ્યા છે આ યૂનિટ્સ
સિંહે કહ્યું કે, "પાંચ યૂનિટ્સમાં પહેલેથી જ સ્કેલ ખૂબ સારી છે." તેમણે કહ્યું, 'એરપોર્ટ બિઝનેસ પહેલેથી જ સ્વતંત્ર છે. જ્યારે અદાણી ન્યુ ઇન્ડસ્ટ્રીઝ ગ્રીન એનર્જી તરફ વધુ મજબૂત બની રહી છે. અદાણી રોડ દેશને નવું બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર મોડલ બતાવી રહ્યું છે. તો ડેટા સેન્ટર બિઝનેસ આગળ વધી રહ્યો છે. મેટલ અને માઇનિંગ અમારી એલ્યુમિનિયમ, કોપર અને માઇનિંગ સર્વિસને કવર કરશે.'

અદાણી એન્ટરપ્રાઇઝ ફોલો ઓન ઓફર (OFS) લઈને આવી રહ્યું છે. આ દ્વારા તે 2.5 અરબ ડોલર એકઠા કરશે. કંપનીના શેરમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જોરદાર વધારો થયો છે. અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં વર્ષ 2022માં લગભગ 130 ટકાનો વધારો થયો છે. આ વર્ષે આ શેરમાં અત્યાર સુધીમાં 7 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ગ્રુપની અન્ય કંપનીઓના શેરમાં પણ ગયા વર્ષમાં લગભગ 100 ટકાનો વધારો થયો છે. જોકે, ઓવરવેલ્યુએશન લઈને પણ ચિંતા છે. ઝડપી અને વિશ્વનિય સમાચાર માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર ગુજરાતી જાગરણને ફોલો કરવા અહીં ક્લિક કરો.

ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો..

Related Reads
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.