અભિનેત્રી કંગના રનૌતે અમદાવાદમાં ફ્રન્ટિયર રાસના નવા સ્ટોરનું ઉદઘાટન કર્યું

યુનાઇટેડ કિંગડમ, UAE અને યુએસએ (ન્યુ જર્સી) જેવા વૈશ્વિક મંચ પર પહોંચ્યા બાદ, કંપનીએ તેના કાપડ પ્રેમ માટે જાણીતા શહેર અમદાવાદમાં પ્રવેશ કર્યો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 04 Nov 2026 07:26 AM (IST)Updated: Wed, 04 Nov 2026 07:26 AM (IST)
actress-kangana-ranaut-inaugurated-a-new-frontier-raas-store-in-ahmedabad

Kangana Ranaut In Ahmedabad:સાત દાયકાથી વધુ સમયથી ભારતીય ઉજવણીઓ અને લગ્નપ્રસંગોને પોતાના વસ્ત્રોથી શણગારનાર જાણીતા ફેશન હાઉસ 'ફ્રન્ટિયર રાસ' (Frontier Raas) નો નવો સ્ટોર 1 નવેમ્બર 2026ના રોજ અમદાવાદ ખાતે ખુલ્લો મુકાયો છે. વર્ષ 1954થી પેઢી દર પેઢી પરિવારોને તહેવારો અને પ્રસંગો માટે સજાવતું આ ઘર ભારતની કાપડ પરંપરાઓ અને કારીગરીમાંથી પ્રેરણા મેળવીને સતત વિકસતું રહ્યું છે.

ભારત ઉપરાંત યુનાઇટેડ કિંગડમ, UAE અને યુએસએ (ન્યુ જર્સી) જેવા વૈશ્વિક મંચ પર પહોંચ્યા બાદ, કંપનીએ તેના કાપડ પ્રેમ માટે જાણીતા શહેર અમદાવાદમાં પ્રવેશ કર્યો છે.

આ ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગે શહેરના અગ્રણી પરિવારો, ઉદ્યોગપતિઓ તેમજ કલા અને ફેશન જગતની જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. આ સાંજે બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. ભારતીય હાથવણાટ અને પરંપરાગત હસ્તકલા પ્રત્યે ખાસ લગાવ ધરાવતા કંગના રનૌતે આ પ્રસંગે ગુજરાતના સમૃદ્ધ વારસા સમાન 'ફ્રન્ટિયર રાસ પાટણ પટોળા' સાડી ધારણ કરી હતી, જેણે કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ જમાવ્યું હતું.

નવા સ્ટોરનું સ્થાપત્ય અને આંતરિક ડિઝાઇન ભારતીય કારીગરીની હૂંફ, સ્થાપત્ય અને સમકાલીન શૈલીનો અદ્ભુત સમન્વય દર્શાવે છે. આ જગ્યા માત્ર એક શોરૂમ ન બની રહેતાં, ગ્રાહકોને એક શ્રેષ્ઠ અનુભવ આપે તે રીતે તૈયાર કરવામાં આવી છે.

આ પ્રસંગે ફ્રન્ટિયર રાસના ચેરમેન અનિલ બત્રાએ જણાવ્યું હતું કેહેન્ડલૂમ સાડીઓ હંમેશાં મારા હૃદયની નજીક રહી છે. વણકર સમુદાયની કુશળતા અને સમર્પણની કદર કરવી આપણી જવાબદારી છે. અમે પરંપરાગત વણાટને ભારત અને વિશ્વભરમાં પહોંચાડીને આ કારીગરોને ટેકો આપવાનો પ્રયાસ કર્યો છે. સમૃદ્ધ કાપડ વારસો ધરાવતા અમદાવાદ શહેરમાં પ્રવેશ કરવો એ અમારા માટે ગૌરવ અને આનંદની વાત છે.

અમદાવાદનો કાપડ વણાટ અને કારીગરી પ્રત્યેનો ઊંડો પ્રેમ ફ્રન્ટિયર રાસની સંવેદનશીલતા સાથે કુદરતી રીતે જોડાય છે, જે આ નવા સ્ટોરને શહેરના સામાજિક કેલેન્ડરમાં ચર્ચાનો વિષય બનાવે છે.