Business
Aadhaar update: હવે 14 જૂન સુધી ઓનલાઈન આધાર કાર્ડ અપડેટ કરાવવા પર કોઈ ફી નહીં, ઓફલાઇન ચાર્જ યથાવત
નવી દિલ્હી.
Aadhaar Card Update for Free: જો તમે તમારા આધાર કાર્ડમાં કંઈક અપડેટ કરાવવા માંગો છો, તો હવે તે તદ્દન ફ્રીમાં કરી શકશો. હકીકતમાં યુનિક આઈડેન્ટીફિકેશન ઑથોરિટી ઑફ ઈન્ડિયા (UIDAI)એ નાગરિકોને આધાર માટે મફતમાં ઑનલાઈન ડૉક્યૂમેન્ટ અપડેટ કરવાની સુવિધા પૂરી પાડવાનો નિર્ણય કર્યો છે. આ સુવિધા આગામી 14 જૂન સુધી ચાલું રહેશે. 10 વર્ષ જૂનું આધાર કાર્ડ થવા પર તેને અપડેટ કરાવવું ફરજિયાત છે.
UIDAIએ લોકોને અપીલ કરી છે કે, માયઆધાર પોર્ટલ પર જઈને મફતમાં ડૉક્યૂમેન્ટ અપડેટ ફેસિલિટીનો લાભ ઉઠાવી શકો છે. ડેક્યૂમેન્ટને અપડેટ કરવા માટે કોઈ ચાર્જ ચૂકવવો નહીં પડે, પરંતુ આધાર કેન્દ્ર પર જઈને ડૉક્યૂમેન્ટ અપડેટ કરાવવા પર 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે. અગાઉ લોકોને આધાર પોર્ટલ પર પોતાના ડૉક્યુમેન્ટ અપડેટ કરાવવા માટે 25 રૂપિયાની ચૂકવણી કરવી પડતી હતી.
આધાર એનરોલમેન્ટ એન્ડ અપડેટ રેગ્યૂલેશન 2016 મુજબ, આધાર નંબર ધારકે આધાર માટે નોંધણીની તારીખથી દર 10 વર્ષ પૂર્ણ થવા પર ઓળખનું પ્રમાણ અને સરનામાનું પ્રમાણના ડોક્યૂમેન્ટ જમા કરાવી એક વખત પોતાના આધારમાં અપડેટ કરાવી શકે છે.
જણાવી દઈએ કે, આ સેવા માત્ર માય આધાર પોર્ટલ પર જ મફત છે. જ્યારે ફિઝિકલ આધાર કેન્દ્રો પર 50 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. થોડા દિવસ પહેલા જ UIDAIએ કહ્યું હતું કે, જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ પહેલા બન્યું હોય અને તેને અપડેટ ના કરાયું હોય, તો તમારે તમારી ઓળખ અને સરનામાના ડૉક્યૂમેન્ટ અપલોડ કરવા પડશે. તે સમયે ઓનલાઈન અપલોડ કરવાનો ચાર્જ 25 રૂપિયા અને ઑફલાઈન માટે 50 રૂપિયા રાખવામાં આવ્યો હતો. જો કે હવે તેને માફ રી દેવામાં આવ્યો છે.