8th Pay Commission 2026: નવા પગાર પંચના અમલીકરણની તારીખ કેન્દ્રીય કર્મચારીઓ માટે 1 જાન્યુઆરી, 2026 થી 8મા પગાર પંચ હેઠળ પગારમાં મોટો વધારો મળવાની શક્યતા છે. હાલના 7મા પગાર પંચની મુદત 31 ડિસેમ્બર 2025 ના રોજ સમાપ્ત થઈ રહી છે. સામાન્ય રીતે દર 10 વર્ષે એક નવું પગાર પંચ રચવામાં આવે છે, જે કર્મચારીઓ અને પેન્શનધારકોના મૂળ પગારમાં વધારો કરવાની તક પૂરી પાડે છે. 8મું પગાર પંચ જ્યારે તેનો રિપોર્ટ સબમિટ કરશે ત્યારે જ ચોક્કસ વધારાની ખબર પડશે, પરંતુ આ વધારો 'ફિટમેન્ટ ફેક્ટર' ના આધારે નક્કી કરવામાં આવશે.
ફિટમેન્ટ ફેક્ટર શું છે અને તેનું મહત્વ
ફિટમેન્ટ ફેક્ટર એ પગાર નક્કી કરવા માટેનું એક મહત્વનું પાસું છે. અગાઉના 6ઠ્ઠા પગાર પંચમાં 1.92 ના ફિટમેન્ટ ફેક્ટરને કારણે મૂળ પગારમાં 1.92 ગણો વધારો થયો હતો. ત્યારબાદ 7મા પગાર પંચમાં 2.57 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યું હતું, જેનાથી પગારમાં 2.57 ગણો વધારો જોવા મળ્યો હતો. નિષ્ણાતોના મતે ફિટમેન્ટ ફેક્ટર સામાન્ય રીતે આર્થિક અને સંગઠનાત્મક પરિબળોના આધારે પગાર પંચ અથવા વળતર સમિતિ દ્વારા નક્કી કરવામાં આવે છે.
કર્મચારીઓના સ્તરો પ્રમાણે પગાર
ભારત સરકારના કર્મચારીઓને કુલ 18 લેવલમાં વહેંચવામાં આવ્યા છે. લેવલ 1 માં 'ગ્રુપ ડી' (Group D) ના કર્મચારીઓ આવે છે, જે સૌથી નીચલું સ્તર છે. જ્યારે લેવલ 18 સૌથી ઉચ્ચ સ્તર છે, જેમાં કેબિનેટ સચિવનો સમાવેશ થાય છે. લેવલ 1 અને 18 ની વચ્ચે અન્ય 16 ગ્રુપો છે, જે તમામ એ, બી, સી અને ડી શ્રેણી હેઠળ આવે છે. હાલમાં 7મા પગાર પંચ મુજબ લેવલ 1 નો લઘુત્તમ મૂળ પગાર 18,000 છે અને લેવલ 18 નો મહત્તમ મૂળ પગાર 2,50,000 છે.
આ પણ વાંચો
સંભવિત ફિટમેન્ટ
ફેક્ટર ઓલ ઈન્ડિયા NPS એમ્પ્લોઈઝ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ મનજીત સિંહ પટેલના જણાવ્યા મુજબ 8મા પગાર પંચ માટે સંભવિત ફિટમેન્ટ ફેક્ટર 2.13 હોઈ શકે છે. આ ગણતરીમાં હાલનો 58% મોંઘવારી ભથ્થું (DA), વાર્ષિક પગાર વધારો અને 8મા પગાર પંચના અમલીકરણ સુધીમાં DA માં થનારો સંભવિત વધારો ધ્યાનમાં લેવામાં આવે છે.
વિવિધ ફિટમેન્ટ ફેક્ટર મુજબ પગારમાં વધારાની શક્યતાઓ જો સરકાર અલગ-અલગ ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરે તો પગારમાં નીચે મુજબ વધારો થઈ શકે છે.
ફિટમેન્ટ ફેક્ટર 1.92 મુજબ પગાર
લેવલ 1 નો મૂળ પગાર વધીને 34,560 થઈ શકે છે, જ્યારે લેવલ 18 નો પગાર ₹4,80,000 થઈ શકે છે.
ફિટમેન્ટ ફેક્ટર 2.15 મુજબ પગાર
આ કિસ્સામાં લેવલ 1 ના કર્મચારીનો પગાર 38,700 અને લેવલ 18 નો પગાર 5,37,500 સુધી પહોંચી શકે છે.
ફિટમેન્ટ ફેક્ટર 2.57 મુજબ પગાર
જો 7મા પગાર પંચ જેટલું જ ફેક્ટર રાખવામાં આવે, તો લેવલ 1 નો મૂળ પગાર વધીને 46,260 અને લેવલ 18 નો પગાર 6,42,500 થઈ શકે છે.
