ક્રેડિટ કાર્ડ વાપરતા પહેલા ધ્યાનમાં રાખવા જેવી 5 અગત્યની બાબતો: નાણાકીય સુરક્ષા માટે આ નિયમો જાણવા અત્યંત જરૂરી છે

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા પહેલાં કઈ 5 મહત્વની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, તેના પર એક નજર કરીએ.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Thu, 05 Nov 2026 10:38 AM (IST)Updated: Thu, 05 Nov 2026 10:38 AM (IST)
5-important-things-to-know-before-using-credit-card-financial-tips
ક્રેડિટ કાર્ડ ટિપ્સ

Credit Card Tips India: આજના ડિજિટલ યુગમાં ક્રેડિટ કાર્ડ આપણી દિનચર્યાનો એક મહત્વપૂર્ણ હિસ્સો બની ગયો છે. શોપિંગથી લઈને બિલ પેમેન્ટ સુધી દરેક જગ્યાએ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધ્યો છે. જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો ક્રેડિટ કાર્ડ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે, પરંતુ જો તેની સાવચેતી રાખવામાં ન આવે તો તે વ્યક્તિને દેવાના બોજમાં પણ ડૂબાડી શકે છે. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા પહેલાં કઈ 5 મહત્વની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, તેના પર એક નજર કરીએ.

1) આખું બિલ સમયસર ભરો

ક્રેડિટ કાર્ડ વાપરતી વખતે સૌથી પહેલો અને મહત્વનો નિયમ એ છે કે તમારું આખું બિલ સમયસર ચૂકવી દો. બિલ ભરતી વખતે માત્ર થોડી રકમ એટલે કે મિનિમમ પેમેન્ટ ભરવાથી કોઈ મોટો ફાયદો થતો નથી. જો તમે પૂરેપૂરું બિલ નહીં ભરો, તો બાકી રહેલી રકમ પર બેંક દ્વારા ભારે વ્યાજ વસૂલવામાં આવે છે, જેનાથી દેવું વધતું જાય છે.

2) લિમિટના માત્ર 30% જ વાપરો

તમારા ક્રેડિટ કાર્ડની જે કુલ મિનિમમ કે મહત્તમ લિમિટ હોય, તેના માત્ર 30 ટકા ભાગનો જ ઉપયોગ કરવો જોઈએ. જો તમે કાર્ડની આખી લિમિટ વાપરી નાખો છો, તો બેંક અથવા નાણાકીય સંસ્થાઓને એવું લાગે છે કે તમે લોન પર વધુ નિર્ભર છો. આનાથી તમારો સિબિલ (CIBIL) સ્કોર ખરાબ થઈ શકે છે અને ભવિષ્યમાં લોન મેળવવામાં મુશ્કેલી પડી શકે છે.

3) 'મિનિમમ પેમેન્ટ'ની આદત ન પાડો

ઘણા લોકો ક્રેડિટ કાર્ડનું બિલ ભરતી વખતે માત્ર 'મિનિમમ ડ્યુ' રકમ જ ભરીને સંતોષ માને છે. જો તમે થોડું-થોડું કરીને બિલ ભરશો, તો બાકી નીકળતી રકમ પર વાર્ષિક 35 ટકા કે તેથી વધુનું ભારે વ્યાજ લાગી શકે છે. આના કારણે તમારું નાણાકીય બજેટ ખોરવાઈ જાય છે અને દેવું ચૂકવવામાં વર્ષો નીકળી જાય છે.

4) વધારે કાર્ડ ન રાખો કે વારંવાર અરજી ન કરો

એક સાથે અનેક ક્રેડિટ કાર્ડ રાખવાથી તમામના બિલ ભરવાની તારીખો યાદ રાખવી અઘરી બની જાય છે. વળી, ટૂંકા ગાળામાં વારંવાર નવા ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવાથી 'હાર્ડ ઇન્ક્વાયરી' વધે છે, જેનાથી તમારો ક્રેડિટ સ્કોર ઘટી શકે છે. જરૂરિયાત મુજબ મર્યાદિત કાર્ડ જ વાપરવા હિતાવહ છે.

5) ઓફર કે રિવોર્ડ માટે ખોટો ખર્ચ ન કરો

ઘણીવાર કેશબેક, ડિસ્કાઉન્ટ કે રિવોર્ડ પોઇન્ટ્સની લાલચમાં લોકો જરૂર ન હોય તેવી મોંઘી વસ્તુઓ ખરીદી લે છે. આ પ્રકારની લાલચમાં ખોટો ખર્ચ કરવાનું ટાળવું જોઈએ. નવું કાર્ડ લેતા પહેલા તેની વાર્ષિક ફી અને નિયમો-શરતો ચોક્કસ સમજી લો, તેમજ બિલ ભરવાની તારીખ યાદ રાખવા માટે મોબાઈલમાં રિમાઇન્ડર ગોઠવો.