Tesla In Ahmedabad:TESLAએ અમદાવાદમાં નવા TESLA-મંજૂર બોડી શોપ (TAB) શરૂ કરવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં TESLAના ગ્રાહકો માટે વેચાણ બાદની સર્વિસ અને કાર માલિકીનો અનુભવ વધુ સુવિધાજનક બનાવવાની દિશામાં આ મહત્વનું પગલું છે.હવે સ્થાનિક TESLA માલિકોને ઓરિજિનલ સ્પેર પાર્ટ્સ, પ્રશિક્ષિત બોડી રિપેર ટેક્નિશિયનો તેમજ TESLAના નિર્ધારિત ધોરણો અનુસાર કરવામાં આવતી અકસ્માતગ્રસ્ત વાહનોની મરામત જેવી સર્વિસિસ સરળતાથી ઉપલબ્ધ થશે.
આ સુવિધાથી વાહન રિપેર માટે લાગતો સમય ઘટશે અને અમદાવાદ તેમજ ગુજરાતના આસપાસના વિસ્તારોમાં TESLA માલિકોને વધુ સુગમ અને નિશ્ચિંત માલિકીનો અનુભવ મળશે.
મોડલ Y પ્રીમિયમ રિયર-વ્હીલ ડ્રાઇવ રોજિંદા ઉપયોગની વ્યવહારિકતા સાથે શાનદાર પરફોર્મન્સનું સંયોજન આપે છે. તેમાં 2,138 લિટરનું સ્ટોરેજ સ્પેસ, પાંચ વ્યક્તિ માટે બેઠક વ્યવસ્થા અને પાવર-ફોલ્ડિંગ સીટ્સ આપવામાં આવી છે. આ કાર ફક્ત 5.9 સેકન્ડમાં 0થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરી શકે છે, જ્યારે તેની WLTP મુજબની ડ્રાઇવિંગ રેન્જ 500 કિમી સુધીની છે. ભારતમાં આ મોડલની કિંમત ₹50.89 લાખ રાખવામાં આવી છે. ગ્રાહકો માટે રૂપિયા 6 લાખના ડાઉન પેમેન્ટ સાથે માસિક EMI રૂપિયા39,990થી શરૂ થાય છે. આ મોડલની ડિલિવરી જુલાઈ 2026થી શરૂ થઈ હતી.
વધુમાં વધુ જગ્યા ઇચ્છતા પરિવારો માટે મોડલ Y L ત્રણ રો અને 6 સીટ સાથેનું ઓલ-વ્હીલ ડ્રાઇવ લેઆઉટ ધરાવે છે. તેમાં વધુ હેડરૂમ અને લેગરૂમ સાથે 2,539 લિટર સુધીનું કાર્ગો સ્પેસ ઉપલબ્ધ છે. આ કાર માત્ર 5.0 સેકન્ડમાં 0થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે, જ્યારે તેની WLTP મુજબની ડ્રાઇવિંગ રેન્જ 681 કિમી સુધીની છે.
મોડલ Y Lની ભારતમાં કિંમત ₹61.99 લાખથી શરૂ થાય છે. ગ્રાહકો માટે રૂપિયા 6.50 લાખના ડાઉન પેમેન્ટ સાથે માસિક EMI રૂપિયા 49,990થી શરૂ થાય છે. બંને વેરિઅન્ટની સરખામણી કરવા અને પોતાની જીવનશૈલી માટે કયું મોડલ Y વધુ યોગ્ય છે તે નક્કી કરવા માટે ટેસ્ટ ડ્રાઇવ લેવી ગ્રાહકો માટે સૌથી સારો વિકલ્પ બની શકે છે.
બંને મોડલને વિશ્વની અનેક પ્રતિષ્ઠિત સેફ્ટી સંસ્થાઓ દ્વારા શ્રેષ્ઠ સુરક્ષા રેટિંગ્સ મળ્યાં છે. તેમાં અમેરિકાની NHTSA અને IIHS, યુરોપની Euro NCAP, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની ANCAP તેમજ ચીનની C-IASI જેવી અગ્રણી સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ વૈશ્વિક સુરક્ષા રેટિંગ્સ સાથે બંને મોડલ સુરક્ષા, કાર્યક્ષમતા, પરફોર્મન્સ અને અદ્યતન ટેક્નોલોજીના ક્ષેત્રે નવા ધોરણો સ્થાપિત કરે છે.
