Ganesh Visarjan 2026 Dates and Shubh Muhurat: ગણેશ ચતુર્થીના દિવસે ભક્તો પોતાના ઘરે અને પંડાલમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરે છે. ત્યારબાદ પોતાની પરંપરા અને સંકલ્પ પ્રમાણે ત્રીજા, પાંચમા, સાતમા અથવા અનંત ચતુર્દશીના દિવસે બાપ્પાનું વિસર્જન કરવામાં આવે છે. ગુજરાતમાં પણ અનેક પરિવારો પોતાની વર્ષો જૂની પરંપરા પ્રમાણે ગણેશજીને અલગ-અલગ દિવસે વિદાય આપે છે. વર્ષ 2026માં ગણેશ ચતુર્થી 14 સપ્ટેમ્બર, સોમવારના રોજ ઉજવવામાં આવી છે, જ્યારે અનંત ચતુર્દશી 25 સપ્ટેમ્બર, શુક્રવારના રોજ રહેશે.
ગણેશજીની મૂર્તિનું વિસર્જન કયા દિવસે કરવું અને તે દિવસે કયો શુભ સમય રહેશે, તેને લઈને ભક્તોમાં ઉત્સુકતા હોય છે. જો તમે પણ બાપ્પાનું વિસર્જન ત્રીજા, પાંચમા, સાતમા દિવસે અથવા અનંત ચતુર્દશીના દિવસે કરવાના હોવ તો અહીં જાણો શુભ મુહૂર્ત.
આ પણ વાંચો
ગણેશ વિસર્જન 2026 ના શુભ મુહૂર્ત | Ganesh Visarjan Shubh Muhurat 2026
ત્રીજા દિવસે ગણેશ વિસર્જન ક્યારે કરવું?
જે પરિવારોમાં સ્થાપનાના ત્રીજા દિવસે ગણેશજીને વિદાય આપવાની પરંપરા છે, તેઓ 16 સપ્ટેમ્બર 2026, બુધવારના રોજ વિસર્જન કરી શકે છે. આ દિવસે દિવસ દરમિયાન તેમજ સાંજના સમયે પણ કેટલાક શુભ ચોઘડિયા ઉપલબ્ધ છે.
વિસર્જનના શુભ મુહૂર્ત
- સવારનું મુહૂર્ત (શુભ): 11:02 AM થી 12:33 PM
- બપોરનું મુહૂર્ત (ચર, લાભ): 03:37 PM થી 06:41 PM
- સાંજનું મુહૂર્ત (શુભ, અમૃત, ચર): 08:09 PM થી 12:34 AM (17 સપ્ટેમ્બર)
- વહેલી સવારનું મુહૂર્ત (લાભ): 03:30 AM થી 04:58 AM (17 સપ્ટેમ્બર)
- સવારનું મુહૂર્ત (લાભ, અમૃત): 06:26 AM થી 09:30 AM
પાંચમા દિવસે બાપ્પાનું વિસર્જન
ઘણા ઘરોમાં ગણપતિ બાપ્પાને પાંચ દિવસ સુધી રાખવાની પરંપરા છે. જો તમે પણ પાંચમા દિવસે વિસર્જન કરવાના હોવ તો 18 સપ્ટેમ્બર 2026, શુક્રવારનો દિવસ રહેશે. આ દિવસે સવારે શરૂ કરીને રાત્રિ સુધી અનેક શુભ સમય મળી રહ્યા છે.
વિસર્જન માટેના મુહૂર્ત
- સવારનું મુહૂર્ત (ચર, લાભ, અમૃત): 06:26 AM થી 11:01 AM
- બપોરનું મુહૂર્ત (શુભ): 12:33 PM થી 02:04 PM
- બપોરનું મુહૂર્ત (ચર): 05:07 PM થી 06:39 PM
- રાત્રિ મુહૂર્ત (લાભ): 09:36 PM થી 11:04 PM
- રાત્રિ મુહૂર્ત (શુભ, અમૃત, ચર): 12:33 AM થી 04:58 AM (19 સપ્ટેમ્બર)
સાતમા દિવસે ગણેશ વિસર્જનનો સમય
કેટલાક પરિવારોમાં બાપ્પાને સાત દિવસ સુધી પોતાના ઘરે રાખીને ત્યારબાદ વિસર્જન કરવામાં આવે છે. આવી પરંપરા હોય તો 20 સપ્ટેમ્બર 2026, રવિવારના રોજ ગણેશજીની વિદાય કરી શકાય છે. આ દિવસે સવારથી લઈને રાત સુધી અલગ-અલગ શુભ ચોઘડિયા રહેશે.
વિસર્જનના મુહૂર્ત
- સવારનું મુહૂર્ત (ચર, લાભ, અમૃત): 07:58 AM થી 12:32 PM
- બપોરનું મુહૂર્ત (શુભ): 02:03 PM થી 03:35 PM
- સાંજનું મુહૂર્ત (શુભ, અમૃત, ચર): 06:37 PM થી 11:03 PM
- રાત્રિ મુહૂર્ત (લાભ): 02:01 AM થી 03:30 AM (21 સપ્ટેમ્બર)
- વહેલી સવારનું મુહૂર્ત (શુભ): 04:58 AM થી 06:27 AM (21 સપ્ટેમ્બર)
અનંત ચતુર્દશીના દિવસે બાપ્પાને આપો વિદાય
ગણેશોત્સવનો સૌથી મહત્વનો વિસર્જન દિવસ અનંત ચતુર્દશી માનવામાં આવે છે. વર્ષ 2026માં અનંત ચતુર્દશી 25 સપ્ટેમ્બર, શુક્રવારના રોજ આવશે. જે ભક્તો ગણેશજીને અનંત ચતુર્દશી સુધી પોતાના ઘરે રાખે છે, તેઓ આ દિવસે શુભ મુહૂર્તમાં બાપ્પાનું વિસર્જન કરી શકે છે.
અનંત ચતુર્દશીની તિથિ
ચતુર્દશી તિથિ 24 સપ્ટેમ્બર 2026ની રાત્રે 11:18 વાગ્યે શરૂ થશે અને 25 સપ્ટેમ્બર 2026ની રાત્રે 11:06 વાગ્યે પૂર્ણ થશે.
વિસર્જન માટેના શુભ મુહૂર્ત
- સવારનું મુહૂર્ત (ચર, લાભ, અમૃત): 06:28 AM થી 11:00 AM
- બપોરનું મુહૂર્ત (શુભ): 12:30 PM થી 02:01 PM
- બપોરનું મુહૂર્ત (ચર): 05:02 PM થી 06:32 PM
- રાત્રિ મુહૂર્ત (લાભ): 09:31 PM થી 11:01 PM
- રાત્રિ મુહૂર્ત (શુભ, અમૃત, ચર): 12:30 AM થી 04:59 AM (26 સપ્ટેમ્બર)
વિસર્જન પહેલાં બાપ્પાની આ રીતે કરો વિદાય
ગણેશ વિસર્જન પહેલાં ઘરમાં બાપ્પાની અંતિમ પૂજા કરવી. ભગવાન ગણેશને દુર્વા, ફૂલ, ફળ અને મનપસંદ પ્રસાદ ધરાવી આરતી કરવી. ત્યારબાદ પરિવારના તમામ સભ્યો સાથે મળીને બાપ્પા પાસે સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવી.
પૂજા પૂર્ણ થયા પછી ગણેશજીની મૂર્તિને આદરપૂર્વક વિસર્જન સ્થળ સુધી લઈ જવી. રસ્તામાં ભક્તિભાવ સાથે ગણપતિ બાપ્પાના જયઘોષ કરવા અને વિસર્જન પહેલાં આગામી વર્ષે ફરીથી ઘરે પધારવા માટે બાપ્પાને પ્રાર્થના કરવી. ત્યારબાદ 'ગણપતિ બાપ્પા મોરિયા, આવતા વર્ષે વહેલા આવજો'ના જયઘોષ સાથે ગણેશજીને વિદાય આપવી; શક્ય હોય ત્યાં સુધી પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે ગણેશ મૂર્તિનું વિસર્જન કરવું.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી ધાર્મિક માહિતી પંચાંગ અને પરંપરાગત માન્યતાઓ પર આધારિત છે. શહેર અને સ્થાનિક પંચાંગ પ્રમાણે મુહૂર્તમાં થોડો ફેરફાર થઈ શકે છે.
